આગામી તા.૧૧ ડિસેમ્બરનાં રોજ જૂનાગઢની ર૭પ હોસ્પિટલો હડતાળ ઉપર જશે તેમ જાણવા મળેલ છે. સીસીઆઈએમ એકટનાં વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશને એલાન આપ્યું છે કે જૂનાગઢમાં પણ હોસ્પિટલો ૧ર કલાકનો બંધ પાળશે. જાેકે કોવિડ અને ઈમરજન્સી સેવાઓ આપવાની ચાલુ રહેશે તેવી હોસ્પિટલો ચાલુ રહેશે. કૃષિ બીલના મામલે ગઈકાલે દેશવ્યાપી બંધના એલાન બાદ હોસ્પિટલોએ તા.૧૧ ડિસે. ર૦ર૦ના રોજ બંધનું એલાન આપ્યું છે. સીસીઆઈએમ એકટના વિરોધમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશને આ એલાન આપ્યું છે. આ અંગેનું આવેદનપત્ર આજે જૂનાગઢના જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. ઈન્ડિયન મેડીકલ એસોસીએશનની જૂનાગઢ બ્રાન્ચના પ્રમુખ ડો.એન.એમ. લાખાણી અને સેક્રેટરી ડો.સંજીવ જાવિયાએ આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનને સંબોધીને આવેદનપત્ર તૈયાર કરી આજે જૂનાગઢ જીલ્લા કલેકટરને પાઠવ્યું હતું. જેમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે નિતી આયોગ અને રાષ્ટ્રીય શિક્ષણ નિતીની વિવિધ સમિતીઓની ભલામણોના આધારે જે સીસીઆઈએમ એકટનું જાહેરનામું બહાર પાડયું છે તેની આલોચના કરવામાં આવી છે. આ એકટમાં એલોપથીના અભ્યાસક્રમમાં આર્યુવેદિકનો પણ સમાવેશ કરવા અંગેની જાેગવાઈઓ કરાઈ છે. આ એકટના વિરોધમાં જૂનાગઢ શહેરની ર૭પ હોસ્પિટલોમાં તા.૧૧ ડિસે. ર૦ર૦ના રોજ સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી બંધ રહેશે. જાેકે, ઈમરજન્સી અને કોવિડની સારવાર કરતી તમામ હોસ્પિટલની સેવાઓ ચાલુ રહેશે એમ પણ આવેદનપત્રમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews