લ્યો બોલો ગુજરાતમાં ૫,૨૦૦ સરકારી સ્કૂલોમાં આચાર્ય જ નથી : નવી ભરતી કરવા સરકારને રજુઆત

0

દેશનાં વિકાસના પથ ઉપર દોડી રહેલું ગુજરાત રાજયમાં એક તરફ વિકાસશીલ ક્રાંતિ સર્જાઈ હોવાનાં દાવા થઈ રહયા છે. મોડેલ સ્ટેટ ગુજરાત બની રહયું છે. દેશભરનાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે દર વર્ષે આવે છે. આવા આપણા ગુજરાતમાં શિક્ષણ વિભાગની પ્રગતિ અને ગરીમાને ઝાંખપ લાગે તેવી વિગતો ખુલવા પામી છે. જેમાં ગુજરાત રાજયની પર૦૦ સ્કુલોમાં આચાર્ય જ નથી. અને આ બાબતે સરકારને અને શિક્ષણ વિભાગને રજુઆતો કરવામાં આવી છે. આ અંગેની મળી રહેલી વિગતો અનુસાર વર્તમાન શિક્ષણ સામે અનેક ઉઠી રહેલા સવાલો વચ્ચે રાજ્યની ૫૨૦૦ જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં કુલ ૨ હજાર આચાર્યો જ નહીં હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. હાલ રોજગાર માટે પણ શિક્ષિત બેરોજગાર નોકરી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આ ખાલી પડેલી જગ્યામાં નવી ભરતી થાય તે હેતુથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યની ભરતી સંબંધે કરાયેલ સુધારાને પગલે યોગ્ય આચાર્યોની ભરતી પહેલા એચ.મેટ પરીક્ષા પણ લેવાય છે. આ પરીક્ષા પણ ઓનલાઇન કે ઓફલાઇન લેવામાં આવે જેથી શાળા ખુલતા જ નવા પ્રિન્સિપાલની ભરતી થઇ શકે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક શહેરો એવા છે કે જયાં સૌથી વધારે પ્રાયોરીટી શિક્ષણને આપવામાં આવી રહી છે. અનેક શિક્ષણ સંસ્થાઓ ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાત અને કેન્દ્ર સરકાર પણ વધુને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ્‌ ટેકનોલોજી પ્રાપ્ત કરે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીય કરે તેવી સહાયકારી યોજનાઓ પણ જારી કરવામાં આવેલ છે. કોરોના કાળથી ગુજરાતનું અને દેશનું શિક્ષણ તંત્ર ગુંચવાયેલું છે. ખાસ કરીને સ્કુલો બંધ, ઓફલાઈન ઓનલાઈનનું બાબતનું વિવાદ, સ્કુલની ફી ભરવા બાબતનો મુદો જેવા અનેક મુદાઓ આજે ઉઠવા પામેલ છે. આવા સંજાેગોમાં એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, ગુજરાત રાજયની પર૦૦ સરકારી સ્કુલોમાં આચાર્ય જ નથી. ત્યારે નવી ભરતી કરવા માટે સરકારને રજુઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!