કારતક વદ અમાસને સોમવાર તા. ૧૪-૧ર-ર૦ર૦ના દિવસે સોમવતી અમાસ છે અને આ દિવસે સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાશે નહીં તેથી ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણ પાળવાની જરૂર નથી. સોમવારે ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે ૭.૦૪ કલાકથી રાત્રે ૧ર.ર૩ સુધી રહેશે. આ ગ્રહણ ચીલી, પેસેફીક મહાસાગર અને એટલાન્ટીકના દક્ષિણ ભાગમાં દેખાશે. સોમવારે સોમવતી અમાસ હોય શિવપૂજા કરવી ઈષ્ટ રહેશે. મહાદેવજી ઉપર દૂધ, કાળા તલ ચડાવવા , જળ ચડાવવું ઉત્તમ ફળ આપનાર રહેશે. મંગળવાર તા. ૧પ-૧ર-ર૦ર૦ ના રાત્રે ૯.૩૩ કલાકે સૂર્ય ધન રાશીમાં પ્રવેશ કરશે અને કમુહર્તાનો પ્રારંભ થશે. તા. ૧૪-૧-ર૦ર૧ના ૮.૧પ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને કમુહર્તા પૂર્ણ થશે. કમુહર્તા દરમ્યાન લગ્ન, વાસ્તુ સિવાયના દરેક કાર્યો થઈ શકે છે. સૂર્ય ધન રાશીમાં હોય ત્યારે સૂર્ય ઉપાસના કરવી તથા સૂર્યને ખાસ અર્ઘ્ય આપવું ઉત્તમ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews