જૂનાગઢ : જવાન ઈમરાનભાઈ સાયલીની શહીદીને બિરદાવાઈ

તાજેતરમાં તલાલાના જવાન ઈમરાનભાઈ સાયલી શહીદ થતાં તેની શહીદીને જૂનાગઢના ડો. જગદીશ દવેએ બિરદાવી શહીદના કુટુંબના બાળકોને જૂનાગઢ શહેરના ઢાલરોડ સ્થિત દવાખાને આજીવન વિનામૂલ્યે સેવા આપવા જણાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. જગદીશ દવે છેલ્લા ૪૦ વર્ષથી ભારતીય લશ્કરમાં સેવા આપતા વીર જવાનોને વિનામૂલ્યે તપાસ કરી તબીબી સેવા આપી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!