Friday, January 22

રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી લંબાતાં હવે વહીવટદાર ચલાવશે શાસન !

અમદાવાદ સહિત છ મહાપાલિકા અને રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આગળ ઠેલાતા આ સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થઈ રહી હોઈ તેમાં મુદ્દત વધારવા કે વહીવટદાર મૂકવા સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા માંગવામાં આવેલ માર્ગદર્શન મુદ્દે આજે સુપ્રિમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ ફેબ્રુઆરી સુધીમાં સંપન્ન કરવા અને મુદ્દત પૂર્ણ થતી આવી સંસ્થાઓમાં વહીવટદાર નિમવાનો આદેશ કર્યો છે. એટલે કે ભાજપ સરકારની આવી સંસ્થાઓની મુદ્દત વધારવાની ઈચ્છા ઉપર સુપ્રિમ કોર્ટે પૂર્ણવિરામ મૂકી દીધો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છ મહાનગર પાલિકા અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર અને સુરત તેમજ ૩૧ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને કેટલીક નગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજવાની થતી હતી. જાેકે કોરોનાના સમયગાળાને કારણે આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને ચૂંટણીઓ ત્રણ માસ માટે મુલતવી રાખવામાં આવી હતી. આથી રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું કે, આ સંસ્થાઓમાં હાલની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થાય પછી મુદત વધારવી કે વહીવટદાર મુકવા. જાેકે સુપ્રિમ કોર્ટે આપેલા માર્ગદર્શન સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કર્યું છે કે, સુપ્રિમ કોર્ટના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકામાં કમિશનર, જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી જ્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી કેરટેકર તરીકે ફરજ બજાવશે. આ કેરટેકર માત્ર રોજિંદી કામગીરી જ કરશે. કોઈ નીતિ વિષયક ર્નિણય નહીં લઈ શકે. તેવી સ્પષ્ટતા સુપ્રિમ કોર્ટના હુકમમાં કરાઈ છે. કાયદા બંધારણીય રીતે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જાેગવાઈ છે કે પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય પછી તેમની મુદતમાં વધારો નથી કરી શકાતો. સાથે જ ચૂંટણી કરવી ફરજિયાત છે. જાેકે કોરોના ની પરિસ્થિતિને કારણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ત્રણ માસ મુલતવી રાખવા ર્નિણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં છ મહાનગર પાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતો સહિત કેટલીક નગરપાલિકામાં પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થવા આવી છે. ત્યારે આ મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજવી ફરજીયાત હોવા છતાં પરંતુ કોરોના સંકટને કારણે ચૂંટણી ત્રણ મહિના મુલતવી રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. હવે મુદ્દત પૂરી થયા બાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરની વહીવટદાર તરીકે ર્નિણય કરવામાં આવશે. રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટ પાસે માર્ગદર્શન માંગતા સુપ્રિમ કોર્ટે પોતાના માર્ગદર્શનમાં જે તે જિલ્લા કે સ્થાનિક સંસ્થાના વડાને વહીવટદાર નિમવાનું કહ્યું છે. તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હોય છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદ્દત પૂરી થયા બાદ જે તે સંસ્થાના વડા તરીકેની જવાબદારી આ અધિકારીઓની રહેશે. દરરોજની કામગીરીનું પણ સંચાલન આ અધિકારીઓને કરવાનું રહેશે. જાે કે પોલીસ ડિસીઝન (નીતિવિષયક નિર્ણયો) તેઓ લઈ શકશે નહીં. એટલે કે વિકાસ કામોના નવા પ્રોજેકટો વગેરે માટે કોઈ કામ કરી શકાશે નહીં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!