ગુજરાતમાં કોવિડ-૧૯ના વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વેક્સીનેશનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટ મીટિંગ બાદ કોરોનાની રસી માટેનો ધમધમાટ શરૂ થયો છે. કેબિનેટ મીટિંગમાં કોરોના વેક્સીન રોડમેપની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં કોરોના વેક્સીનની રસી આપ્યા બાદ ૩૦ મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના માટે વેક્સીન સેન્ટર ઉપર ૩ અલગ – અલગ રૂમ હશે. વેક્સિન સેન્ટર ઉપર વેઈટિંગ રૂમ, વેક્સીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ બનાવવામાં આવશે. કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં જિલ્લા વાઈઝ તાલુકાના વેક્સીનેશન સ્થળ પણ નક્કી કરાયા હોવાની માહિતી મળી રહી છે. વેક્સીન બાબતે જે તે લોકોને આપવાની હશે તેને SMSથી જાણ કરવામાં આવશે. હાલ કોરોનાની વેક્સીન માટે અધિકારી – કર્મચારીઓની ઓનલાઈન ટ્રેનિંગ શરૂ પણ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, કોરોનાની રસી માટે ટાસ્ક ફોર્સેની રચના કરી જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સીનને લઈ ભારતના લોકો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આગામી કેટલાક અઠવાડીયામાં અહીં કેટલીક કોરોના રસીના ઉપયોગની ઈમરજન્સી મંજૂરી આપી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સીરમ ઈન્સટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકએ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી છે. વેક્સીનેશન માત્ર કેંદ્ર અથવા રાજ્ય સરકારની જ જવાબદારી નથી પરંતુ તેમાં સામાન્ય લોકોને પણ ભાગીદાર થવું પડશે. આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવાયું છે કે કોરોના રસીને લઈ કેન્દ્ર તરફથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સહયોગથી તેના ઉપર કામ કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનના સ્ટોરેજ માટે વિવિધ કોલ્ડ સ્ટોરેજ શોધવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. અને માર્ચ મહિના સુધીમાં સેન્ટર પ્લાન્ટ ઉભા પણ કરી દેવામાં આવશે. તેના માટે કેટલીક મોટી ફૂડ કંપનીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે. જેથી દેશભરમાં કોઈ મુશ્કેલી વિના દરેક નાગરિક સુધી વેક્સીન પહોંચાડી શકાય. દેશમાં કોરોના કેસો ભલે થોડા ઘટ્યા હોય, પરંતુ કેટલાક રાજ્યો કોરોના સંક્રમણના ત્રીજા તબક્કો શરૂ થઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews