છેલ્લા લગભગ બે સપ્તાહથી દિલ્હીમાં દેખાવો કરી રહેલા ખેડૂતોના મુદ્દે વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી છે કે, ખેડૂત વિરોધી કાયદા તુરંત પરત ખેંચવામાં આવે. વિરોધ પક્ષના પાંચ નેતાઓએ કોવિંદ સાથે મુલાકાત કરી તેમને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈલેક્ટ્રિસિટી સુધારા બિલ અને કૃષિ કાયદાને તાત્કાલિક પરત લેવામાં આવે. કેમ કે, આ કાયદા લોકશાહીની વિરૂધ્ધ છે. રાહુલે જણાવ્યું હતું કે, સરકાર જાે એમ વિચારતી હોય કે, ધરતીપુત્રો ડરી જશે અથવા પીછેહઠ કરશે, તો તે મોદી સરકારની ભૂલ છે. હિન્દુસ્તાનના ખેડૂતો ન તો ડરશે ન તો પીછેહઠ કરશે. જ્યાં સુધી આ કાયદા રદ્દ નહીં કરાય ત્યાં સુધી જગતના તાત પોતાની લડત ચાલુ રાખશે. આ પ્રતિનિધિમંડફ્રમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ યાદવ પણ સામેલ હતા. મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, તમામ વિપક્ષોએ સંગઠિત થઈ સરકરાને તાકીદ કરી હતી કે, આ બિલ મુદ્દે ચર્ચા થવી જરૂરી છે. આ ખરડાને સિલેકશન કમિટિ સમક્ષ મોકલવાની પણ આવશ્યકતા હતી. પણ મોદી સરકારે વિપક્ષના એક પણ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ન હતો. ઉતાવફ્રમાં સરકારે આ બિલ પસાર કરી દીધા. હાલ ઠંડીની મોસમમાં ખેડૂતોને પ્રદર્શન કરવા મજબૂર થવું પડયું છે. તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. હવે સરકારની જવાબદારી છે કે, તેઓ આ મડાગાંઠ ઉકેલે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સુધારનો મતલબ ચોરી છે, માટે તેઓ લોકશાહીથી છુટકારો ઈચ્છે છે. સરકારના કહેવાતા સુધાર કાર્યક્રમોની ટીકા કરતાં રાહુલ ગાંધીએ ટ્વીટર કરી ઉક્ત વિચાર વ્યક્ત કર્યો હતો. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે ભારતમાં કડક સુધાર લાગુ કરવા એ કપરૂ કામ છે, તેવું જણાવ્યું હતું, માટે રાહુલ ગાંધીનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે. કાંતે કહ્યું હતું કે, ભારત વધુ પડતો લોકશાહી દેશ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ ત્રણ કૃષિ કાયદા અંગે કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા કૃષિ કાયદા વિરૂધ્ધ ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જાે કે એક સવાલના જવાબમાં કાંતે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સુધારની જરૂર છે. સરકાર લોકશાહીથી છૂટકારો ઈચ્છે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews