સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એક્સટર્નલ સહિત ૧૫ હજાર વિદ્યાર્થીની આજથી કોરોનાકાળ વચ્ચે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે આ પરીક્ષામાં બેસતાં પહેલાં દરેક વિદ્યાર્થીએ યુનિવર્સિટીએ આપેલું ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે કે પોતે સ્વસ્થ છે. ખરેખર કોરોના મહામારીમાં કોઈ વ્યક્તિમાં કોઈ લક્ષણ ન હોય તો ડોક્ટર કે રિપોર્ટ કરવાથી જ ખબર પડી શકે કે તે વ્યક્તિ સ્વસ્થ છે કે નહીં, પરંતુ યુનિવર્સિટીની આજથી શરૂ થતી પરીક્ષામાં ડોક્ટર નહીં, વિદ્યાર્થી પોતે જ જણાવશે કે ‘હું સ્વસ્થ છું, આ ડિક્લેરેશન ફોર્મ આપનાર વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે. કેટલાક વિદ્યાર્થીએ કહ્યું હતું કે કોરોનાકાળ વચ્ચે અમે પરીક્ષા આપીએ છીએ એ અમારા માટે યાદગાર રહેશે. પરીક્ષામાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-૨ એક્સટર્નલના ૭૧૮૦ વિદ્યાર્થી આજથી પરીક્ષા આપશે. આ ઉપરાંત M.A., M.B.A., M.S.W. સહિતના કુલ ૧૫ હજાર ૭૯ વિદ્યાર્થી સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ અને અમરેલીનાં ૮૧ સેન્ટરમાં પરીક્ષા આપી રહ્યા છે. આજની પરીક્ષામાં યુનિવર્સિટીએ જનરલ ઓપ્શનનો પણ વિદ્યાર્થીઓને લાભ આપ્યો છે. કુલ ૭૦ માર્કસનું પ્રશ્નપત્ર પુછાશે, જેમાંથી વિદ્યાર્થીએ પાસ થવા ૨૮ ગુણ મેળવવાના રહેશે. પરીક્ષા દરમ્યાન કોઇ વિદ્યાર્થી સંક્રમીત થાય તો તેને રૂપિયા એક લાખનું વીમાકવચ પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews