તેણી બોલિવૂડની એક યુવા સુપરસ્ટાર હતી. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. બંને પ્રતિષ્ઠિત પરિવારોમાંથી આવતા હતા, પરંતુ બંને તેમના પરિવારોના પ્રભાવથી ઉપર ઉઠ્યા હતા અને તેમના પોતાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. શર્મિલા ટાગોર મન્સૂર અલી ખાન પટૌડીની આ વાર્તા છે. તેમના ૭૬મા જન્મદિવસ ઉપર, આપણે તેમના રોમાંસની વાર્તા ફરી કરીએ.
કેવી રીતે શર્મિલા અને ટાઇગર મળ્યા ?
૧૯૬૫માં, જ્યારે બંને એક સામાન્ય મિત્ર દ્વારા પહેલી વાર મળ્યા ત્યારે શર્મિલાને નવાબ ઓફ પટૌડી વિશે ખબર હતી, પરંતુ ટાઇગરને શર્મિલાની કારકિર્દી વિશે બહુ ખ્યાલ ન હતો અને તેમણે તેની કોઈ ફિલ્મ પણ જાેઈ નહોતી. તેમ છતાં, મળવાની ક્ષણે જ તેઓ પ્રેમમાં પડી ગયા, પરંતુ બંગાળી બ્યુટીને પ્રભાવિત કરવું એટલું સરળ નહોતું.
જ્યારે ટાઇગર શર્મિલાના ઘરે ૭ રેફ્રિજરેટર મોકલ્યા : મોહક સ્વભાવ હોવાને કારણે, ટાઇગરે પણ શ‘મલા પર તેમની પહેલી મીટિંગમાં કાયમી છાપ છોડી હતી, પરંતુ અભિનેત્રી હજી પણ તેમના વિશે નિશ્ચિત નહોતી. લલ્લનટોપને આપેલા ઇન્ટરવ્યુમાં સોહા અલી ખાન (શર્મિલા અને ટાઇગરની પુત્રી)એ ખુલાસો કર્યો હતો કે શર્મિલાની પ્રતિક્રિયા બહાર કાઢવા માટે ટાઇગરે તેમના ઘરે ૭ રેફ્રિજરેટર્સ મોકલ્યા હતા.
જ્યારે શર્મિલા કોઈપણ લગેજ વિના ટાઇગર સાથે નીકફ્રી ગયા
તેમના રોમાંસની ઝલક આપતાં શર્મિલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “હું પનવેલમાં શૂટિંગ કરી રહી હતી અને ટાઇગર અમદાવાદ જઇ રહ્યા હતા. હું તેમને સરપ્રાઈઝ આપવા એરપોર્ટ ઉપર પહોંચી, તો તેમણે મને તેમની સાથે આવવાનું કહ્યું અને હું સાથે થઈ ગઈ. મારી પાસે કોઈ લગેજ નહોતું.’’
ટાઇગરે પ્રોપોઝ કેવી રીતે કર્યુ ?
ટાઇગર મને તેમની માતા પાસે લઈ ગયા અને કહ્યું અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે, જે તેમણે મને કહ્યું જ ન હતું, પાછળથી તેમણે પેરિસમાં ઔપચારિક રીતે પ્રપોઝ કર્યું.” ૪૨ વર્ષ સુધી એક સુંદર લગ્ન જીવન ગાળ્યા પછી, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ, મન્સૂર અલી ખાન પટૌડીએ અંતિમ શ્વાસ લીધા. શર્મિલા અને ટાઇગરની વયવિહીન લવ સ્ટોરીએ ઘણા લોકોને પ્રેરણા આપી છે અને આપી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews