સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે કેવડિયાને વિશ્વના નકશામાં મૂકવાના નરેન્દ્ર મોદીનાં સપનાને સાકાર કરવા માટે અનેકવિધ પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યા છે, ત્યારે દેશભરમાંથી પ્રવાસીઓને આવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે, જેમાં દેશના પહેલા સી-પ્લેનની શરૂઆત પણ કેવડિયામાં જ કરવામાં આવી હતી, હવે રેલવે મંત્રાલય દ્વારા દેશના જુદા જુદા ભાગોમાંથી ત્રણ અલગ અલગ ટ્રેન માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટ્રેન મુંબઈ, વારાણસી અને મધ્યપ્રદેશના રીવાથી ઊપડશે અને પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચાડશે.
વિશ્વની સૌથી મોટી પ્રતિમા- સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે આ સ્થળે પહોંચવા માટે સરળતા રહે એ માટે રેલવે વિભાગ દ્વારા એક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીથી વડાપ્રધાનના વતન ગુજરાતના કેવડિયા સુધી હવે એક સ્પેશ્યલ ટ્રેન દોડશે. આ ઉપરાંત મુંબઈ અને રીવાથી પણ કેવડિયા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. વડોદરાના પ્રતાપનગરથી કેવડિયા સુધી મેમુ ટ્રેન ચલાવવામાં આવશે. વર્તમાન સમયમાં આ તમામ ટ્રેનોને લઈને રેલવે વિભાગે લીલી ઝંડી આપી છે અને આગામી વર્ષ સુધીમાં તમામ ટ્રેન પાટા દોડતી થઈ જશે. આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદથી કેવડિયા સુધીની ટ્રેનમાં વધારો કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews