અમે જ અમારી બ્રાંડ : ખેડૂત કંપનીઓ બ્રાંડ બનાવી પોતાની ખેતપેદાશોના બજાર કરતાં ૨૦% વધુ ભાવ મેળવી રહી છે

ખેડૂતોની આવક વધારવાને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. આ બધા વચ્ચે ગુજરાતના ઘણા ખેડૂતો એવા છે જે ૨૦૦-૮૦૦ના જૂથમાં ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(FPO) બનાવીને એટલે કે કંપની બનાવીને પોતાનાં ઉત્પાદનોને બ્રાંડ બનાવીને વેચે છે. આમ કરવાથી તેમને બજાર કરતાં ૧૫-૨૦% વધુ કમાણી થઈ રહી છે. આ બધું કરવામાં ખેડૂત કંપનીઓને મોટી કોર્પોરેટ કંપનીઓ પણ મદદ કરી રહી છે. ગુજરાતમાં હાલ ૨૦૦ જેટલા FPO આવેલા છે, જેમાંથી અંદાજે ૩૦-૩૫ FPO એવા છે, જે પોતાની બ્રાંડ બનાવી પ્રોડક્ટ વેચે છે, જયારે બાકીના મોટી કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરીને માલ વેચે છે. આ ઉપરાંત કોમોડિટી એક્સચેન્જ ઉપર પણ ખેતપેદાશો વેચવામાં આવે છે.
FPO ના ફેડરેશન ગુજપ્રો એગ્રીબિઝનેસ કન્સોર્ટિયમ કંપની લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કુલદીપ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતના FPO માં છેલ્લાં ૨ વર્ષથી આ રીતે બ્રાંડ બનાવી ખેડૂતો પોતાની પ્રોડક્ટ વેચી રહ્યા છે. હજુ આ નવી શરૂઆત છે અને એટલે જ માર્યાદિત સંખ્યામાં વેપાર થાય છે. આમ છતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘણું ડેવલપમેન્ટ થયું છે. ધીમે ધીમે ખેડૂતો વેલ્યુ એડિશન પણ કરી રહ્યા છે. ગુજપ્રોએ આવાં ઉત્પાદનોના વેચાણ માટે અમદાવાદમાં સાત્વિક નામથી એક સ્ટોર પણ શરૂ કર્યો છે. આગળ જતાં અન્ય શહેરોમાં પણ સ્ટોર શરૂ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!