ઉત્તર ભારતના ઘણા ભાગમાં બુધવારે તાપમાન સામાન્ય કરતાં નીચે રહ્યું હતું. બિહાર ધુમ્મસના સકંજામાં આવી ગયું છે. પટનાના સામાન્ય તાપમાનમાં ૬.૮ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. રાજસ્થાનના કોટામાં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનનો ૯ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં મહત્તમ તાપમાન ૩૨.૫ રેકોર્ડ નોંધાયું છે. તો આ તરફ ઈન્દોર સહિત મધ્યપ્રદેશના તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. હવામાન વૈજ્ઞાનિક આવું થવા પાછળનું કારણ બંગાળની ખાડીમાંથી આવેલા ભેજને ગણાવી રહ્યા છે. બુધવારે સાંજ પડતા જ હિમાચલના લાહૌલ સ્પીતિના પહાડો સહિત નીચાણ વાળા વિસ્તારમાં પણ બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી. ચંદ્રાવેલી, પટ્ટન વેલી, મલંગ ગામમાં ૩ ઈંચ સુધી બરફવર્ષા થઈ. તો આ તરફ કુલ્લૂના ઊંચા શીખરમાં પણ વરસાદ પડ્યો હતો. શિમલામાં રાતનું તાપમાન ૧૦.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી કરતા વધુ રહ્યું. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પહાડ પર પડી રહેલી બરફવર્ષાની અસરથી ડિસેમ્બરના બાકીના દિવસોમાં મેદાની વિસ્તારમાં ઠંડી વધી શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews