લુંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે દુલ્હને ખેલ્યો મોતનો ખેલ : રાત્રે પતિ સહિત પરિવારના લોકોને પીવડાવ્યું ઝેરી દૂધ : રોકડ -સોનું લઇ ભાગી ગઇ

હરિયાણામાં એક નવી નવેલી દુલ્હને લગ્નના બીજા જ દિવસે ખૌફનાક કારનામું કર્યું હતું. દુલ્હને પોતાના પતિ સહિત પરિવારના તમામ સભ્યોને ઝેરી દૂધ પીવડાવી દીધું હતું. જાેકે, તમામ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. દુલ્હને ચોરીને અંજામ આપવા માટે પોતાના પતિ સહિત સાસરીયાઓને મોતના દરવાજા સુધી પહોંચાડી દીધા હતા. પાનીપત જિલ્લાના નૌલ્થા ગાંવમાં રહેનારા દુલ્હા દિનેશે પોલીસને ફરિયાદ લખાવી હતી કે ૨ ડિસેમ્બરે તેના લગ્ન સુનિતા નામની યુવતી સાથે થયા હતા. તે ઉત્તરાખંડની અલ્મોડા જ્લિાલના પાવા ગામની રહેનારી છે. અહીંના દલાલને દિનેશ અને તેની પત્ની તેમ જ માતા સુનિતાને મેળાવ્યા હતા. ત્યારબાદ બંનેના પરિવારો લગ્ન માટે રાજી થયા હતા.
પતિએ વર્ણવી દુલ્હનની ખૌફનાક કહાની પતિએ જણાવ્યું કે લગ્નના બીજા દિવસે પત્નીએ પરિવારના લોકોને પ્રેમથી ખવડાવ્યું હતું. ત્યારબાદ બધા માટે દૂધ લઈને આવી હતી. દૂધ પિતા જ હું અને માતા-પિતા બેભાન થયા હતા. ત્યારબાદ શું થયું એ ખબર ન પડી. પોલીસે લુટેરી દુલ્હન વિરૂધ્ધ ફરિયાદ નોંધીને તેની તપાસ શરૂ કરી હતી. પતિ સહીત સાસરિયાઓને ઝેરી દૂધ પીવડાવીને લુટેરી દુલ્હન રોકડા રૂપિયા અને બધુ સોનાના ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી. થોડા સમયપર પડોશીઓએ બુમ પાડી છતાં કોઈ જવાબ ન આવતા તેઓ ઘરની અંદર જઈને જાેયું તો બધા બેભાન પડ્યા હતા. ઘરની અંદર આવીને જાેતા તમામ લોકો બેભાન પડ્યા હતા. પડોશીઓએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર બાદ જયારે ઘરે જાેયું દુલ્હન અને સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા ગાયબ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!