ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અસરકારક પગલાં ભરવા આદેશ

0

હાલમાં રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા તમામ પોલીસ કમિશ્નર તથા તમામ રેન્જવડા તથા પોલીસ અધિક્ષકને તા.૦૫/૧૨/૨૦૨૦ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી ગૃહ મંત્રાલય, ભારત સરકાર તથા ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અપાયેલ માર્ગદર્શક સુચનાઓની ચુસ્તપણે અમલવારી થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા આદેશ જારી કરેલ હતો. જે અન્વયે રાજયના તમામ શહેર/જીલ્લાઓ દ્વારા તા.૦૭/૧૨/૨૦૨૦ના રોજ જાહેરનામા ભંગના કુલ ૬૨૫ ગુન્હા દાખલ કરી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ ૧૪,૨૭૧ વ્યકિતઓને દંડિત કરી રૂા. ૧,૪૨,૦૮,૫૦૦/-નો દંડ વસુલ કરાયેલ છે તથા કરફયુ ભંગ બદલ તથા એમ.વી. એકટ ૨૦૭ની જાેગવાઇઓના ભંગ બદલ ૮૪૧ વાહનો જપ્ત કરાયેલ છે, તેમજ તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ જાહેરનામા ભંગના કુલ ૩૯૫ ગુન્હા દાખલ કરી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ ૭,૦૫૬ વ્યકિતઓને દંડિત કરી રૂા. ૭૦,૧૬,૦૦૦/-નો દંડ વસુલ કરાયેલ છે તથા કરફયુ ભંગ બદલ તથા એમ.વી. એકટ ૨૦૭ની જાેગવાઇઓના ભંગ બદલ ૪૦૦ વાહનો જપ્ત કરવામાં આવેલ છે. ડી.જી.પી.એ કોરોના સંક્રમણ અટકાવવા સારૂ અસરકારક પગલાં ભરવા આપેલ આદેશ અનુસાર રાજય પોલીસ તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્ત અમલ કરાવવા કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ગુજરાત પોલીસની કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણ માટે ડી.જી.પી. આશીષ ભાટિયાના નેતૃત્વમાં કામગીરીની કટિબધ્ધતા જાેવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!