જૂનાગઢ મહાનગરપાલિકા પાસે વીજ બિલની રકમ તાત્કાલીક ભરપાઈ કરવા પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે જૂનાગઢના શહેરીજનોને મળતી આવશ્યક સેવા યથાવત રહેશે તેમ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલીકા પાસે પીજીવીસીએલનું લાખો રૂપિયાનું લેણું બાકી હોય અને તેની વસુલાત માટે પીજીવીસીએલ દ્વારા કોર્પોરેશનને નોટીસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક નાણાંની ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે જેને લઈને આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં સ્ટ્રીટ લાઈટ, પાણી વિતરણ તેમજ વોટર વર્કસ સહીતના વિભાગોને અસર થાય તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. ધારો કે પીજીવીસીએલ દ્વારા લેણા પૈસાની ચૂકવણી કોર્પોરેશને ન કરી હોય તો પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવે તો મુસીબત સર્જાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાનાકમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે, પીજીવીસીએલ તંત્રનું કોર્પોરેશન પાસે લેણું છે તે વાત સાચી છે. પરંતુ જેને લઈને જૂનાગઢના રહેવાસીઓને આવશ્યક સેવાઓમાં કોઈ અસર નહીં પહોંચે કારણ કે અમોએ પાણી કનેકશનનો જે વપરાશ થાય છે તે અંતર્ગત ચાર હપ્તાની રકમ ભરી દીધી છે તેમજ વધુ એક હપ્તો પણ ભરી દેવાનો છે અને જે કાંઈ લેણું પીજીવીસીએલનું છે તે અંગે અમો યોગ્ય વ્યવસ્થા અને સેટલમેન્ટ કરી રહ્યા છીએ અને જેને કારણે આવશ્યક સેવા ઉપર કોઈ અસર નહીં પહોંચે. ગુજરાત રાજયમાં જૂનાગઢ મહાનગરપાલિકા એવું કોર્પોરેશન છે કે જે લેણાંની ચૂકવણીમાં પણ યોગ્ય વ્યવસ્થા કરી શકે છે અને પીજીવીસીએલ તંત્ર સાથે પણ આ અંગે યોગ્ય કાર્યવાહી થઈ જશે તેમ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews