જૂનાગઢ મહાનગરપાલિકાને રૂા. પ૪૦.૭ર લાખનું વીજ બિલ ભરવા પીજીવીસીએલનું અલ્ટીમેટમ

0

પીજીવીસીએલ કંપનીનું જૂનાગઢ મહાનગરપાલિકા પાસે રૂા.પ૪૦.૭ર લાખનું લેણું છે. આ રકમ ચૂકવવામાં જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર ઠાગાઠૈયા કરતું હોય પીજીવીસીએલએહવે જૂનાગઢ મનપાને નાણા ભરવા ર૪ કલાકનું અલ્ટીમેટમ આપેલ છે અને જાે નાણાં ભરપાઈ નહીં કરાયતો પાવર કાપવાનીપણ ચિમકી ઉચ્ચારાઈ છે. આ અંગે પીજીવીસીએલ, જૂનાગઢ શહેર વિભાગના ઈજનેરે નોટીસ ફટકારી છે. નોટીસમાં જણાવાયું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિયત સમયમાં વીજબિલ ભરાતું નથી તેથી પીજીવીસીએલને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વીજ બિલની લેણી રકમ રૂા. પ૪૦.૭ર લાખ ર૪ કલાકમાં ભરીદેવા અલ્ટીમેટમ અપાયું છે અને જાે વીજ બીલની રકમ નહીં ભરાય તો જૂનાગઢ મહાનગરપાલીકાનો પાવર કાપવા ચિમકી અપવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાનું વિજ જાેડાણ કપાય અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે તે પહેલાં જૂનાગઢ મનપા પીજીવીસીએલનું બાકી લેણું ભરીદે જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!