કેશોદ આંબાવાડીમાં બાપાસીતારામ મંદિરની દાનપેટી તોડતા ચોરને લોકોએ રંગેહાથ ઝડપી લીધા

 

કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મંદિરમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટકયા હતા અને દાન પેટીના લોકઅપ તોડીને રોકડા રૂપિયા ઉઠાવી જાય તે પહેલા જ આ વિસ્તારનાં લોકોએ દબોચી લીધા હતા.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મંદિરની દાન પેટીનું તાળું તોડી રોકડની ઉઠાંતરી કરતા તસ્કરોને સ્થાનિક લોકોએ પકડી પાડયા હતાં. તસ્કરો ધોળે દિવસે મંદિરની દાનપેટીના તાળા તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગે તે પહેલા જ આ વિસ્તારનાં લોકો ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે કેશોદમાં અગાઉ પણ ઘણા ચોરીના બનાવ બની ચૂકયા છે ત્યારે હવે તસ્કરોને ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ ધોળે દિવસે પણ ચોરીના બનાવો થવા લાગ્યા છે. ચોરો પહેલાં મંદિરે આવીને રેકી કરી ગયા હશે એટલે જ બહુ જ હોંશિયારીથી તેઓએ ધોળા દિવસનો લાભ લઇ રોકડ ઉઠાવી જવાની હિંમત દર્શાવી હતી. હાલ બંને તસ્કરોને સ્થાનિક લોકોના હાથે ઝડપાઇ જતા સ્થાનિક લોકોએ કેશોદ પોલીસને સોંપી એફઆઈઆર દાખલ કરી પૂછપરછ સાથે આગળની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા સૌંદરડામાં અને અગતરાયમાં પણ કારખાનાઓમાં ચોરી થયેલ હતી. એ સીવાય કરેણી આંગણવાડીમાં પણ ગેસનો બોટલો તેમજ પાણીની મોટરની ચોરી થવા પામી હતી. આ દાનપેટી ચોરનાર આરોપીઓની ઉલટ તપાસ કરવામાં આવે તો ઘણીજ ચોરીઓનું રહસ્ય ખુલે તેવી શકયતાઓ સેવાય રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!