ખંભાળિયા શહેરમાં ગત સપ્તાહમાં એક ગઢવી યુવાન સાથેની અદાવતનો ખાર રાખી ર્નિવસ્ત્ર હાલતમાં ફુલેકુ કાઢવાના ગુનામાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા બાદ આ અપરાધ બદલ તમામ સામે કરવામાં આવેલા પાસાના કાગળો સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા આ આરોપીઓને સુરત તથા વડોદરાની જેલમાં ધકેલી દેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. ખંભાળિયામાં રહેતા અને “ચારણનો ચોરો” નામથી ફેસબુક મારફતે સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકવા બદલ ભારે ચર્ચામાં રહેલા ગઢવી ચંદુ અરજણ રૂડાચ નામના શખ્સ સાથે ફેસબુક ઉપર કરવામાં આવેલા આક્ષેપોનો ખાર રાખી, ગત મંગળવાર તારીખ ૧ ડીસેમ્બરના રોજ ચંદુ અરજણ રૂડાચનું મોટરકારમાં અપહરણ કરી જઈ અને ર્નિજન વિસ્તારમાં તેને બેફામ માર માર્યા બાદ શહેરના ટ્રાફિકથી વ્યસ્ત એવા જાહેર માર્ગો ઉપર સતત અડધો-પોણો કલાક સુધી નગ્ન હાલતમાં ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. બાદમાં ચંદુને અહીંના પોલીસ મથકે લઇ જવામાં આવ્યો
હતો.
આ સમગ્ર પ્રકરણમાં અહીંના ગઢવી ભારા જાેધા ભોજાણી, કિરીટ જાેધા ભોજાણી, પ્રતાપ જાેધા ભોજાણી, કાના જાેધા ભોજાણી તથા માણસી ભોજાણી પાંચ શખ્સો સામે ચંદુ અરજણ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અંતર્ગત અહીંની પોલીસે તમામ પાંચની ધરપકડ કરી તપાસનીસ એલસીબી પોલીસે તમામ આરોપીઓને ગત તારીખ ૭મી સુધી રિમાન્ડ ઉપર લીધા હતા. રિમાન્ડ પૂરા થયા બાદ અદાલત દ્વારા આ આરોપીઓને જેલ હવાલે મોકલવાનો હુકમ કર્યા પછી મંગળવારે આ શખ્સો જામીન ઉપર મુક્ત થયા હતા. જામીન મંજૂર થતાં તુરત જ એલસીબી પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી હતી. ખંભાળિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણ બાદ ખુદ ડી.આઈ.જી. અત્રે દોડી આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડા તરીકે ગાંધીનગરથી વિશાલકુમાર વાઘેલાને ચાર્જ સોંપી કડક પગલાં લેવાનો હુકમ કર્યો હતો. ખંભાળિયામાં ધોળા દિવસે, હજારો નગરજનોની અવર-જવર વારા રસ્તા ઉપરથી યુવાનનું અપહરણ કરી જઈ અને ર્નિવસ્ત્ર હાલતમાં આ યુવાનનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી અને યુવાનનું ર્નિવસ્ત્ર હાલતમાં ફુલેકુ ફેરવનારા આ તત્વોમાં જાણે કોઈ પણ જાતના કાયદા કે સમાજનો ડર ન હોય અને માનવ સમાજને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવતા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ તપાસની એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા દ્વારા આરોપીઓના ગુનાહિત ઈતિહાસ અંગેની માહિતી મેળવી અને પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી, ખંભાળિયામાં રહેતા આરોપી ગઢવી ભારા જાેધા ભોજાણી (ઉ.વ. ૫૦, રહે. ગુગળી ચોક) કિરીટ જાેધા ભોજાણી (ઉ.વ. ૪૨, રહે. જલારામ મંદિર પાસે), પ્રતાપ જાેધા ભોજાણી (ઉ.વ. ૪૪, રહે. પોર ગેઈટ), કાના જાેધા ભોજાણી (ઉ.વ. ૫૩, રહે. જલારામ મંદિર પાસે) તથા માણસી ભીખુ ભોજાણી (ઉ.વ. ૪૩, રહે. આશાપુરા ચોક) નામના આ તમામ પાંચ શખ્સો વિરૂદ્ધની પાસાની દરખાસ્તને માન્ય રાખી, અહીંના જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા પાસાની દરખાસ્ત મંજુર રાખી, ઉપરોક્ત આરોપીઓને અટકાયતમાં લેવાનો હુકમ કર્યો હતો.
આથી આ પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પૈકી પ્રતાપ જાેધા, કાના જાેધા અને માણસી ગઢવીને વડોદરા તથા બે શખસો ભારા જાેધા અને કિરીટ જાેધા ગઢવીને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં અંગેની કાર્યવાહી કરાઈ હતી. કોરોના ટેસ્ટ બાદ આ તમામ આરોપીઓને સાથે લઈને એલ.સી.બી. વિભાગના પી.એસ.આઈ. તથા તેમની ટીમ બુધવારે બપોરે ખંભાળિયાથી રવાના થઈ ગઈ છે. આમ, ભારે ગાજેલા આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા સાથે એ.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી, ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા તેમની ટીમ દ્વારા આ તાકીદના અને નક્કર સાથે દાખલારૂપ પગલાંથી ગુનેગાર તત્વોમાં ભારે દોડધામ સાથે આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પુનઃ ભારે ચર્ચા જાગી
છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews