સોમવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અદ્‌ભૂત નજારો, ભારતમાં દેખાશે નહીં

0

 

વિશ્વના અમુક દેશો અને પ્રદેશોમાં સોમવાર તા.૧૪-૧પ ડિસેમ્બર, ર૦ર૦ એ ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાેવા મળશે. ચીલી, આર્જેન્ટીના, દક્ષિણ પેસેફીક મહાસાગર, દક્ષિણ એટલાન્ટીકમાં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે જયારે એન્ટાર્કટીકા, પેસીફીક મહાસાગર, દક્ષિણ અમેરિકાના દક્ષિણ ભાગમાં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં. ભારત જન વિજ્ઞાન જાથાએ દેશભરમાં ગ્રહણની લોકોને સમજ આપવા મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કરેલ છે. ભારતીય સમય મુજબ ગ્રહણ ગ્રહણ સ્પર્શ ૧૯ કલાક ૦૩ મિનીટ ૩૯ સેકન્ડ, ગ્રહણ સંમિલન ર૦ કલાક ૦ર મિનીટ ૧૬ સેકન્ડ, ગ્રહણ મધ્ય ર૧ કલાક ૪ર મિનીટ ૧ર સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન ૩ કલાક ર૩ મિનીટ ૦ર સેકન્ડ, ગ્રહણ મોક્ષ ર૪ કલાક રર મિનીટ પ૦ સેકન્ડ, પરમ ગ્રાસ ૧.૦રપ રહેશે. આ ગ્રહણ આશરે પ કલાક ૧૦ મિનીટનું રહેશે તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!