“વોટર મેનેજમેન્ટ” અને “વોટર ડીસ્ટ્રીબ્યુશન” માં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના નાગરિકો અને ખેડૂતોની જીંદગી સાથે છેતરપીંડી કરી રહી છે. મુખ્યમંત્રીના મોટા મોટા અને ખોટા દાવાઓ ખુદ કેગના અહેવાલ અને રાજ્ય સરકારની ખુદની નિતિના અભાવમાં ખુલ્લા પડ્યા છે. રાજ્યમાં ૨૦૦૬-૦૭ થી ૨૦૨૦-૨૧ સુધી ના ૧૫ વર્ષમાં ૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો પાણી પાછળ ખર્ચ કરાયો, બીજીબાજુ રાજ્યમાં વોટર પોલીસી જ અમલમાં નથી, વોટર ઓડિટની પણ વ્યવસ્થા નથી. એકશન પ્લાન નથી. પાઈપલાઈન નેટવર્ક, કેનાલ અને પાણી વિતરણ વ્યવસ્થા, નર્મદા જળ વ્યવસ્થા, જળ વિતરણ, સિંચાઈ વિભાગ દ્વારા સીંચાઈ અને પીવાના પાણી માટે બજેટમાં મોટી જાેગવાઈનો દેખાડો કરવામાં આવે છે. રાજ્યમાં ૧.૫૦ લાખ કરોડના ખર્ચ છતા પણ રાજ્યમાં પીવાના પાણી અને સીંચાઈના પાણી માટે મોટી તકલીફો વ્યાપક પ્રમાણમાં વારંવાર જાેવા મળે છે. પાણીની પાઈપલાઈનોમાં પાણીને બદલે પૈસા વહે છે. જળ વિતરણ અને જળ વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર પાસે કોઈ નિતિ જ નથી. જ્યારે જ્યારે પાણીની સમસ્યા જ્યાં જ્યાં ઉભી થાય ત્યાં વચગાળાની વ્યવસ્થા, લાંબાગાળા, ટૂંકાગાળાના આયોજનનો સદંતર અભાવ જાેવા મળે છે. ૭૪ નગરપાલિકામાં પાણીની જરૂરિયાતના સર્વે અંગે રાજ્ય સરકારે ટેન્ડર બહાર પાડતા રાજ્ય સરકાર પાસે રાજ્યના નાગરિકોની જરૂરિયાત અંગેની કોઈ વિગતો નથી, તેનો પુરાવા ખુદ રાજ્ય સરકારે આપ્યાં. રાજ્યમાં વૈજ્ઞાનિક સર્વે, પાણીનો જથ્થો વ્યવસ્થાપનનો સદંતર અભાવ છે. ગુજરાતમાં ૧૦ હજાર કરોડના પાણીનો કાફ્રો કારોબાર ભાજપ સરકારના મળતીયાઓ કરી રહ્યાં છે. માથાદીઠ પાણીની જરૂરિયાત, પાણીનો વપરાશ, વસ્તી વધારો, જરૂરિયાતમાં વધારો ખેતી માટેની જરૂરિયાતમાં વધારો જેવી બાબતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ‘‘વોટરપોલીસી’’ તાત્કાલીક અમલમાં લાવવી જાેઈએ. કેગના વોટર ઓડીટમાં રાજ્યમાં પીવાના પાણીની ગુણવત્તા અને સ્થિતી ખુલ્લી પડી છે ત્યારે ભાજપ સરકાર પાણીના મુદ્દે રાજનીતીને બદલે પાણીનીતી લાવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે કે, કેગના વોટર ઓડીટ અહેવાલમાં રાજ્યના પીવાના પાણીની પોલ ખુલ્લી પડી ગઈ. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ૩૫,૯૯૬ વસાહતો પૂર્ણ રીતે પાણી પુરવઠાથી જાેડાઈ છે. હકીકતમાં ૩૭ ટકા વસાહતોમાં જાેડાણ નથી. સરેરાશ ૪૦ લીટર માથાદીઠ પાણી અંગેના દાવા ૧૦૦ મીટર વિસ્તારમાં ઉપલબ્ધના દાવા પણ પોકળ છે. ૪૦ લીટરને બદલે ૧૦ લીટર કરતા પણ ઓછી માત્રામાં પાણી ઘણા બધા વિસ્તારમાં માંડ માંડ ઉપલબ્ધ થાય છે. કેગના વોટર ઓડિટમાં સરકારના દાવાની વધુ એક પોલ ખુલી પડી છે. ૨૩૫૨ ગામોને નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવાના આંકડાના દાવા વચ્ચે ૧૫૮૭ ગામો ને જ પાણી મળી રહ્યું છે. એટલે કે ૪૫ ટકા ગામોમાં પાણીથી વંચિત ૧૦ ટકા વિસ્તાર તો પીવાના પાણી સુવિધા જ ઉપલબ્ધ નથી. કેગના અહેવાલ પ્રમાણે ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી ૧૮ ટકા પાણીના સેમ્પલમાં ઝેરી કેમીકલ જાેવા મળ્યા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews