હજના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં ૧૦ જાન્યુઆરી સુધી વધારો

0

આગામી વર્ષ ૨૦૨૧માં હજ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી, તેમાં બીજા એક મહિનાનો વધારો કરવામાં આવતા હવે તા.૧૦/૧/૨૦૨૧ સુધી ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત હજ કમિટી દ્વારા અંદાજિત ખર્ચની રકમમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય હજ સમિતિના સેક્રેટરી આર.આર. મનસુરીએ એક યાદીમાં જણાવ્યું છે કે, હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈ તરફથી હજ વર્ષર૦ર૧ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૦/૧ર/ર૦ર૦ હતી તે વધારીને તા.૧૦/૧/ર૦ર૧ સુધી લંબાવવામાં આવેલ છે. હવે હજ અરજદારો માટે પાસપોર્ટની વેલિડિટી તા.૧૦/૧/ર૦રર સુધી તેમજ નવીન પાસપોર્ટ તા.૧૦/૧/ર૦ર૧ કે તે પહેલાં ઈશ્યૂ થયેલ હોવો જાેઈએ. હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈ તરફથી બીજાે અગત્યનો નિર્ણય કરેલ છે જે મુજબ હજ-ર૦ર૧ માટે થનાર અંદાજિત ખર્ચ ઘટાડીને ગુજરાતના હાજીઓ માટે રૂા.૩,૨૮,૧૬૮/- જેટલો અંદાજવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!