કોરોના સંક્રમણનું પ્રમાણ અમદાવાદ સહિત રાજ્યભરમાં જાેવા મળી રહ્યુ છે. અમદાવાદમાં રોજના ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર પણ સજ્જ બન્યું છે. માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક જ દિવસમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા ૧ લાખ ૪૦ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. અમદાવાદમાં છસ્ઝ્ર દ્વારા જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોના કોરોના ટેસ્ટીંગ અને કોવિડ-૧૯ રોકથામની જાેગવાઇના ભંગ બદલ ઝોનવાઇઝ દંડની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી સૌથી વધુ દંડ વસુલવામાં આવ્યો હતો જ્યારે સૌથી ઓછો દંડ મધ્ય વિસ્તારમાંથી વસુલવામાં આવ્યો હતો. છસ્ઝ્ર દ્વારા શહેરમાં અલગ અલગ ઝોન વાઇઝ ૧૫૧ ટીમ ઉતારવામાં આવી હતી. આ ટીમે ૧૪૧ લોકોને માસ્ક વગર પકડી પાડ્યા હતા જેમાંથી ૫૬ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૪૧ લોકો પાસેથી ૧ લાખ ૪૦ હજાર જેટલો દંડ વસુલ કર્યો હતો. છસ્ઝ્રએ પશ્ચિમ વિસ્તારમાં માસ્ક વગર ફરતા ૩૩ વ્યક્તિઓ પાસેથી એક હજાર લેખે સૌથી વધુ ૩૩,૦૦૦નો દંડ વસુલ કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews