કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને નાની-મોટી વિવિધ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં દેશભરના તબીબો કેટલાક દિવસોથી આ ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે ત્યારે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં આવતીકાલે એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં ગુજરાતના ૩૦,૦૦૦થી વધુ ડોક્ટરો જાેડાશે અને તેઓ ઈમરજન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે. આ હડતાલ વહેલી સવારે ૬ વાગ્યાથી શરૂ થઈ સાંજે ૬ વાગ્યા સુધી યથાવત રહેશે. જાે કે હડતાલ દરમ્યાન કોઈ પ્રકારના દેખાવો કે વિરોધ કરવાની જગ્યાએ શાંતિપૂર્વક કામગીરીથી દૂર રહેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના સેક્રેટરી ડો.કમલેશ સૈનીના જણાવ્યા મુજબ આવતીકાલે શુક્રવારે તમામ પ્રકારની બિન – કોવિડ સેવાઓ જેવી કે ઓપીડી, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન વગેરે બંધ રહેશે. ઇમરજન્સી, લેબ, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે. બાકી તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે. આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરો ૫૮ પ્રકારની સર્જરી કરી શકે છે, તેવા ર્નિણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળુ અને દાંતની પણ સર્જરી કરી શકશે. સરકારના આ ર્નિણય સામે મોડર્ન મેડિસીન શાખાના તબીબો નારાજ થયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews