કોરોના વેકસીનેશન અર્થે રાજ્યભરમાં આજથી ડેટાબેઝ માટે ડોર ટુ ડોર સર્વે શરૂ

0

કોરોના મહામારીના વધુ કેસો જારી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હવે કોરોનાની વેક્સિન નજીકના દિવસોમાં આવી રહી હોઈ તે માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કોરોના વેક્સિનેશન માટે રાજ્યભરમાં આજથી ડોર ટુ ડોર સર્વેનું કામ શરૂ કરી દેવાયો છે. આજથી ૧૩ ડિસેમ્બર સુધી પ૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓનો તથા પ૦થી નીચેના કે જેઓ કોઈ અન્ય બીમારીઓ ધરાવતા હોય તેઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે કોરોના રસીના વિતરણ માટે રાજ્યનાં આરોગ્ય વિભાગે પૂરજાેશમાં કામ શરૂ કરી દીધું છે. વેક્સિન આપવા માટે ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે ૫૦થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને ૫૦ વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ ડેટાબેઝ માટે આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ ડેટાબેઝ તૈયાર કરવા માટે ૧૦થી ૧૩ ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યક્તિની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત, તે જાે કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ૧૪થી ૧૬ ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે. સૌથી પહેલાં આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે. અમદાવાદમાં એએમસી હેલ્થ વિભાગના ૧૦૦૦થી વધુ કર્મીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ૧૩ ડિસેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરી શહેરની ડેટા એન્ટ્રી સાથેની યાદી સરકારમાં મોકલાશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરને રસી અપાશે, તો બીજા તબક્કામાં અન્ય લોકોને રસી આપવાનું એએમસીનું આયોજન છે. વડોદરામાં કોરોના રસી માટે આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં ૧૩૧૦ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાશે. ચૂંટણીની તૈયારીની જેમ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી ઘરે-ઘરે જઈને સર્વે શરૂ કરી દેવાયો છે. રાજકોટની એક હજાર જેટલી ટીમ આ સર્વેની કામગીરીમાં જાેડાઈ છે. આજથી શરૂ થયેલી કામગીરી ચાર દિવસ સુધી ચાલશે અને ડેટા તૈયાર કરીને યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. વેક્સિનેશન માટે રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!