“કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા કોઈ પણ બાબતે તેઓ સદભાવનાથી કોઈ કાર્યવાહી કરે છે તો તેવું કરવાના હેતુસર આ કાયદા હેઠળ અથવા તે હેઠળ બનાવેલા કોઈપણ નિયમો અથવા આદેશોની હેઠળ કોઈ પણ વ્યક્તિ વિરૂધ્ધ કોઈ દાવો, કાર્યવાહી અથવા અન્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.” તમે વિચારો છો કે આ નવા કાયદા ફક્ત ખેડૂતો વિશે જ છે ? ખાતરી કરો કે, ત્યાં અન્ય કાયદાઓ પણ છે જે નાગરિક સેવકોને તેમની કાયદાકીય ફરજાે નિભાવવા માટે કાર્યવાહી ચલાવવાથી બાકાત રાખે છે. પરંતુ આ કાયદાઓ તેઓને અમર્યાદિત સત્તા આપે છે. તેઓ જે પણ કરે છે, તે કંઇપણના સંબંધમાં તે તેઓને ‘સદભાવનાથી’ કરેલા ગુના માટે કોર્ટમાં લઈ જઇ શકાય તેમ નથી – એવા ગુનાઓ જ તેઓએ કર્યા નથી તે માટે તેઓને કાનૂની કાર્યવાહીથી સુરક્ષિત કરે છે. “કોઈ પણ નાગરિક અદાલતને કોઈપણ બાબતે કોઈ દાવો અથવા કાર્યવાહી કરવા માટેનો અધિકાર નથી, આ કાયદા દ્વારા અથવા તે હેઠળના નિયમો દ્વારા સશક્તિકરણ કરાયેલા કોઈપણ અધિકાર દ્વારા તેને કોર્ટમાં લાવી શકાય નહીં અથવા તેનો નિકાલ કરી શકાય નહીં.” કાયદાકીય રીતે અધિકારીઓને પડકાર ન આપી શકાય તેવી ‘સદભાવનાથી’ કામ કરનાર કોઈ અન્ય વ્યક્તિઓ કોણ છે ? સંકેત સ્પષ્ટ છેઃ વિરોધ કરી રહેલા ખેડુતો જે કોર્પોરેટ જાયન્ટ્સના નામ ઉચ્ચારે છે તે સાંભળવાનો પ્રયાસ કરો. આ કાયદાઓથી દરેક ભારતીય પ્રભાવિત થાય છે. આ કાયદાઓની કાનૂની ભાષા મુજબ કારોબારીને ન્યાયતંત્રથી મુક્ત કરે છે. હકીકતમાં, ન્યાયાધીશ, જ્યુરી તેમાથી બાકાત છે અને ખેડૂતો અને વિશાળ કોર્પોરેશનો, જેની સાથે તેઓ કામ કરશે તેમની વચ્ચે પહેલેથી જ સૌથી અન્યાયી અસંતુલનને વધારે છે અને આ ભારતીય બંધારણની કલમ ૧૯ એ ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ બેઠકો, ચળવળની સ્વતંત્રતા, સંગઠનો અથવા સંઘો બનાવવાનો અધિકારપ વિશે છે અને તે એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ખેતીના આ નવા કાયદા બંધારણની કલમ ૩૨ ઉપર પણ પ્રહાર કરે છે, જે બંધારણીય ઉપાય (કાનૂની કાર્યવાહી)ના અધિકારની બાંયધરી આપે છે. કલમ ૩૨ એ બંધારણની મૂળભૂત રચનાનો ભાગ માનવામાં આવે છે. ચોક્કસ ‘મુખ્ય પ્રવાહ’ના માધ્યમો (જેમાં ૭૦%થી વધુ વસ્તી બાકાત હોય છે) તેઓ ભારતીય લોકશાહી માટે આ નવા કાયદાની આ અસરોથી અજાણ હોઈ શકે નહીં. પરંતુ તેઓ તેના લાભો ગણાવે છે અને લોકહિત માટે અથવા લોકશાહી માટે ફાયદાકારક ગણાવે છે. સરકાર કહે છે કે ખેડૂતો અજાણતાં જ રાજકીય કાવતરાખોરોનો ભોગ બની રહ્યા છે અને તેઓ તેમના ઇશારે આંદોલન કરે છે. પણ આજે સંપાદકીય લેખકો કોનું પ્રતિનિધિત્વ કરે છે તેના પર વધુ સ્પષ્ટતા આપવાની જરૂર નથી અને તેમના કોર્પોરેટ ક્ષેત્ર સાથેના સંબંધોથી આપણે અજાણ નથી. પૂર્વગ્રહયુક્ત ટેલિવિઝન ચેનલો ઉપર પણ ચર્ચાઓમાંના સવાલો હંમેશાં તેઓને અનુરૂપ હોય છે. તેઓ દેશના સળગતા પ્રશ્નો ઉપર ક્યારેય ગંભીર રીતે ધ્યાન આપતા નથી તો મજૂર કાયદાઓ વિશે શા માટે ઉતાવળમાં આગળ વધી રહ્યા છે ? ગત મતદાનમાં નરેન્દ્ર મોદીએ ભારે બહુમતી મેફ્રવી હતી અને આ બહુમતી તેની પાસે ઓછામાં ઓછા બીજા ૨-૩ વર્ષ હશે. બીજેપી સરકાર શા માટે રોગચાળા દરમ્યાન આ કાયદાઓને પસાર કરવાનો આગ્રહ રાખતી હતી ? જ્યારે કે બીજા હજારો પ્રશ્નો ઉપર વધુ તાકીદનું ધ્યાન આપવાની જરૂર હતી ? નવેમ્બર ૨૦૧૮માં, દિલ્હીમાં સંસદની નજીક એક લાખથી વધુ ખેડૂતોએ કૃષિ અહેવાલના મુખ્ય ભલામણોના અમલની માંગ કરી હતી. તેઓએ કૃષિ સંકટ અંગે ચર્ચા કરવા માટે સંસદના વિશેષ સત્ર સહિત દેવું માફી, બાંયધરીકૃત એમએસપી અને અન્ય ઘણી માંગણીઓ પણ માંગી હતી. ટૂંકમાં, હવે દિલ્હી દરબારને પડકારતી ખેડૂતોની માંગણી વધી રહી છે અને આ માત્ર પંજાબ રાજ્યના જ નહીં, પણ ૨૨ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના ખ ેડૂતો તેમાં જાેડાઈ રહ્યા છે. તેમાંના કેટલાક એવું જાણે છે કે આ ત્રણ કાયદાઓ રદ કરવા માટે પંજાબના જ ખેડૂતો લડત આપી રહ્યા છે અને આ કાયદાઓને રદ કરવાથી આપણે ભયાનક કૃષિ સંકટનો સામનો કરવો પડશે. પરંતુ તે આ નવી કૃષિ નીતિ ખેડૂતોને વધુ ચિંતા કરાવશે અને તેમની પ્રગતિ ધીમી કરશે. અને હા, ‘મુખ્ય પ્રવાહના માધ્યમો’ તેનાથી વિપરીત વાત કરી રહ્યા છે, તેઓ નાગરિકના કાનૂની આશ્રયના અધિકારને નાબૂદ કરવા અને આપણા અધિકારોને ક્ષીણ કરવામાં આ કાયદાઓનું મહત્વ જુએ છે અને ભલે તેઓ સ્પષ્ટ ન કરે – પણ, તેઓ સંવિધાનની અને મૂળ લોકશાહીના મૂળ બંધારણને નષ્ટ કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews