કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ સ્થળે વિવિધ અન્ય આકર્ષણો ઉમેરવાનો સિલસિલો જારી રખાયો છે. સરકાર દ્વારા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની એકતા અને અખંડિતતાના ભવ્ય ઈતિહાસરૂપ દેશના પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણની સરદાર ગાથા અંગે અદ્યતન મ્યુઝિયમનું નિર્માણ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લોહપુરૂષ સરદાર પટેલે દેશની આઝાદી બાદ પ૬ર દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઈતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યુઝિયમ નિર્માણ કરવાનો સૈદ્ધાંતિક ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર સરદાર પટેલે ભારતની આઝાદી પછી અખંડ રાષ્ટ્રના સંકલ્પ સાથે નાના-મોટા પ૬ર રાજા- રજવાડાઓ સાથે વિવિધ સ્તરે પરામર્શ-ચર્ચાઓ-બેઠકો કરીને ભારતમાં તેના વિલીનીકરણની સફળતા મેળવી તેની ફલશ્રુતિએ આજે ભારત સમગ્ર વિશ્વમાં એક અને અખંડ રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવાનિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ સરદાર પટેલના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યુઝિયમ ઊજાગર કરશે. મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું કે, આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર પટેલની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજાે, તે સમયની તસવીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ- સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો દ્વારા આ મ્યુઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં વિજય રૂપાણીએ આ સૈદ્ધાંતિક ર્નિણય કર્યો છે. દેશના પ૬ર જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા- મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ સાથે જ અત્યાધુનિક ૩- ડી મેપિંગ પ્રોજેક્શન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વીડિયો કંટ્રોલ લાઈટ સિસ્ટમના આકર્ષણો પણ આ મ્યુઝિયમ નિર્માણમાં જાેડવામાં આવશે. આ બેઠકમાં એવું સૂચન કર્યું કે, ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ ફેમિલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃધ્ધ વિરાસતને પણ આ મ્યુઝિયમમાં શો કેસ કરવામાં આવે. આ મ્યુઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews