મોબાઈલ ફોનનું ચલણ વધવાથી કાંડા ઘડિયાળનું મહત્વ ઘટયું

મોબાઇલ અને ખાસ તો સ્માર્ટ ફોન હવે દરેક લોકોના ખિસ્સામાં આવી ગયા છે એ કારણે કાંડા ઘડિયાળનું મહત્વ સાવ ઘટી ગયું છે. મોટાં શહેરોમાં ફકત શોખ અને ફેશન માટે કાંડા ઘડિયાળ પહેરવામાં આવે છે. અમુક લોકો આદતને લીધે બાંધે છે. જાેકે એકંદરે વપરાશ ઘટી જતા પચ્ચાસ ટકા જેટલી દુકાનો બંધ થઇ ગઇ હોવાનો અંદાજ છે. હવે જે દુકાનો ચાલું છે તે રિપેરીંગ અને નવી બેટરી નાંખવા માટે છે. પચાસ વર્ષથી ઘડિયાળના ધંધા સાથે સંકળાયેલા વેપારી જણાવે છે કે, હવે બ્રાન્ડેડ ઘડિયાળોના શોરૂમો ચાલે છે. મધ્યમ વર્ગ નાની દુકાનોમાંથી ખરીદી લે છે. અત્યારે મોટાભાગના લોકોએ ઘડિયાળની દુકાનો બંધ કરીને મોબાઈલ વેંચાણ અને રીપેરીંગ, રેડીમેડ, કપડાના ધંધામાં ઝંપલાવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતંુ. તેમના મતે ઘડિયાળના ધંધામાં વેંચાણ કરતા રીપેરીંગનો ધંધો સારો ચાલે છે. જેમાં ખાસ તો નવા સેલ (બેટરી) નંખાવવા આવનારો વર્ગ ઝાઝો હોય છે. ઘણા કારીગરો મોબાઇલ પણ રીપેર કરવા લાગ્યા છે. ઘડિયાળની મોટા ભાગની દુકાનો બંધ થઈ ગઈ છે. પરંતુ ઘડિયાળની સ્ટાન્ડર્ડ દુકાનો કે કંપનીના શોરૂમ પોશ એરિયામાં ચાલે છે. વારસામાં મળેલો ઘડિયાળનો ધંધો હવે નવી પેઢી કરવા તૈયાર નથી. કારીગરો પણ એ કારણે ઘટતા જાય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કાંડા ઘડિયાળમાં સ્ટાન્ડર્ડ અને ચીન એમ બે કવોલિટી આવે છે. ચાઇનીઝ ઘડિયાળો ઓછાં આયુષ્યની હોય છે એટલે ખાસ વર્ગ જ પહેરે છે. બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ ઘડિયાળ પહેરનાર વર્ગ બિઝનેસમેન છે. આમ રોડસાઇડ ફેરિયા, નાની દુકાનો અને શોરૂમો વચ્ચે કાંડા ઘડિયાળનો ધંધો વહેંચાયેલો છે. ઘડિયાળના એક વેપારી કહે છે, લોકડાઉન પહેલાની સ્થિતિ સારી હતી. જાેકે એ પછી દુકાનો બંધ રહેતા આર્થિક સંકડામણ થવા લાગી છે. હવે ઘડિયાળના ધંધાનું રોકાણ બીજા ધંધામાં ટ્રાન્સફર કરી નાંખ્યું છે. ચીનની સસ્તી આયાત ચાલું છે ત્યાં સુધી લોકલ ઉત્પાદનો ઓછાં ચાલશે તેમ તેમણે ઉમેર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!