ગત ગુરૂવારથી જૂનાગઢ સહિત સોરઠ પંથક તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ રહયો છે જેને કારણે ભેજમય વાતાવરણ અને આકાશમાં વાદળો છવાયેલા રહે છે. આ દરમ્યાન પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર ગુરૂવાર અને શુક્રવારના વિવિધ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદથી ખેત પાકોનું નુકશાન થયું છે. જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ, ઉનામાં અડધાથી એક ઈંચ વરસાદ, સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ, તાલાળા- કોડીનારમાં ચાર મી.મી. તેમજ ગડુ પંથકમાં ઝાપટાં પડયાં છે. જયારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા વરસાદના ઝાપટાં પડયાં છે. કમોસમી વરસાદને પગલે ખેત પાકોને નુકશાન થયું છે. આજે પણ સવારથી જ જૂનાગઢ અને સોરઠ પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને સોમવારથી ઠંડીમાં વધારો થાય તેવી આગાહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews