રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યારે આગામી બે દિવસ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે રાજ્યના અનેક માર્કેટ યાર્ડોમાં ખુલ્લો પડેલો માલ પલળી જવા પામ્યો હતો જેને પગલે મોટું નુકસાન થવાની ભીતિ છે જ્યારે બીજી તરફ આ વરસાદ શિયાળુ પાક માાટે ખતરારૂપ બન્યો છે વરસાદને કારણે શિયાળુ પાકને મોટું નુકસાન થઈ શકે છે ત્યારે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેડૂતોને વળતર આપવા માગણી કરી છે. અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે. આથી સરકાર નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એ જરૂરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews