રાજ્યમાં બેવડી ઋતુને લીધે કોરોના વકરવાની ભીતિ

0

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો છે. જેને લઈને કોરોના વાયરસના વકરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે અનેક ડોક્ટરોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુ જેવું વાતાવરણ નિર્મિત થયું છે. વાદળછાયા, વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં શરદી, ખાંસી અને તાવના કેસને લીધે કોરોનાનો ચેપ લાગવાનો ભય વધુ રહેલો છે. આઈએમબેના પ્રમુખના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ ઠંડીનો માહોલ છે. ત્યારે વરસાદ પણ થયો છે. વરસાદથી વાયરસ હવામાં વધુ સમય રહે છે. તે જાેતા સંક્રમણ વધે એવી ધારણા છે. બીજી તરફ રાજ્યમાં હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. જેથી લોકો સામાજિક પ્રસંગે એકઠા થાય છે. ત્યાં મોટાભાગના કિસ્સાઓમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. ત્યારે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્ક પહેરવા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે શિયાળામાં ચોમાસુ અને ઠંડી હોય તેવી સ્થિતિ છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા તબીબી આલમમાં જાેવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!