કોરોના ઇફેક્ટ : ભારતના ન્યૂઝ પેપર ઉદ્યોગે પ્રોત્સાહન પેકેજ માગ્યું, કહ્યું – કોવિડ-૧૯ને કારણે જાહેરાત અને સર્ક્‌યુલેશનને બહુ જ ખરાબ અસર – અનેક અખાબરો બંધ થવાની ભિતી

0

ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)ના પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માગ કરી છે. આઈએનએસ ઘણા મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. આઈએનએસનું કહેવું છે કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોવિડ-૧૯ને કારણે જાહેરાત અને સર્ક્‌યુલેશનને બહુ જ ખરાબ અસર થઈ છે. આ કારણે અનેક પ્રકાશનો બંધ થઈ ગયાં છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જાે આ સ્થિતિ રહેશે તો નજીકના ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે.
૮ મહિનામાં ઇન્ડસ્ટ્રીને લગભગ ૧૨,૫૦૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે અને વર્ષના અંત સુધીમાં આ નુકસાન ૧૬,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ચોથો સ્તંભ ધ્વસ્ત થવાથી એનાં સામાજિક અને રાજકીય ગંભીર પરિણામોની કલ્પના થઈ શકે છે. હજારો અખબારો બંધ થશે એનાથી
૩૦ લાખ શ્રમિકો અને સ્ટાફ ઉપર પણ અસર થશે, આ તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીઝમાં પત્રકાર, પ્રિન્ટર, ડિલિવરી વેન્ડર અને અનેક સ્વરૂપે કામ કરી રહ્યા છે. ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રી ધ્વસ્ત થવાની વિનાશકારી અસર લાખો ભારતીયો ઉપર પડશે, જેમાં કર્મચારીઓ અને તેમનો પરિવાર તો સામેલ છે, પણ તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો, પ્રિન્ટિંગ પ્રેસ, ન્યૂઝપેપર વેન્ડર અને ડિલિવરી બોય, શાહી બનાવતી કંપની, ઝીંક પ્લેટ બનાવતી કંપની સહિત વિતરણની સપ્લાઈ ચેનની એક બૃહદ ઇકો-સિસ્ટમ ઉપર એની અસર પડશે. દાયકાઓથી આ બધા આજીવિકા માટે આ ઉદ્યોગ ઉપર આશ્રિત છે.
ભારતીય ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીએ દરેક પડકારના સમયમાં સત્યાપિતને તથ્યાત્મક સમાચારના પ્રસારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સુપ્રીમ કોર્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ સમયાંતરે એની પ્રશંસા થતી રહી છે. આ ઉદ્યોગ સંકટમાંથી ઉગરવા સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છે અને હવે એની નજર સરકાર ઉપર છે. સરકાર સમક્ષ માગ કરાઈ છે કે ઇન્ડસ્ટ્રીને અતિ આવશ્યક પ્રોત્સાહન પેકેજ આપવામાં આવે, જેમાં ન્યૂઝપ્રિન્ટ, જીએનપી અને એલડબ્લ્યુસી પેપર ઉપરની સેશ ૫ ટકા કસ્ટમ ડ્યૂટી હટાવવી, ૨ વર્ષ સુધી ટેક્સ હોલિડે, સરકારી જાહેરાતના દરમાં ૫૦ ટકા વૃદ્ધિ, પ્રિન્ટ મીડિયા ઉપર સરકાર દ્વારા થતા ખર્ચમાં ૨૦૦ ટકાનો વધારો અને બીઓસી તથા રાજ્ય સરકારોના માધ્યમ દ્વારા અપાતી જાહેરખબરોના વિલંબિત બિલની તરત ચુકવણી કરવી વગેરે સામેલ છે, કારણ કે આ સમયની માગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!