જૂનાગઢ : સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આદર્શ લગ્ન કરાવાયા

0

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં ભોય જ્ઞાતિની દીકરીના આદર્શ લગ્ન યોજાયા હતા. તા ૧૧-૧૨-ર૦૨૦ના રોજ સત્યમ સેવા યુવક મંડળના સુશીલાબેન છોટાલાલ શાહ સત્સંગ હોલ ખાતે ભોય જ્ઞાતિ ની દીકરી સેજલબેન સુભાષભાઈ ચુડાસમાના લગ્ન ભરતભાઈ બાબુભાઈ જેઠવા સાથે રંગે ચંગે આદર્શ લગ્ન કરી આપવામાં આવેલ હતાં. કોરોના વાઇરસ અંગે સરકારની ગાઈડલાઈનું આ તકે પાલન કરાયું હતું. લગ્નમાં સંસ્થા દ્વારા ૩૮ જેટલી કરિયાવરની વસ્તુઓ આપવામાં આવેલ હતી. કોરોના મહામારીની સમસ્યામાં જરૂરિયાતમંદ લોકો સત્યમ સેવા યુવક મંડળને જાણ કરશે તો મંડળ દ્વારા આદર્શ લગ્ન કરાવી આપવામાં આવશે. આ લગ્ન પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, રમેશભાઈ શેઠ, બટુકબાપુ, અલ્પેશભાઈ પરમાર, જયશ્રીબેન વેકરીયા, તારાબેન વૈઠા, દામજીભાઈ પરમાર, નયનભાઈ ભોગાયતા, કે. કે. ગોસાઈ, રજનીભાઇ શાહ, કમલેશ ટાંક, માધાભાઈ પારધી ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews