જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ચોરીનાં બનાવનાં બે આરોપીને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો

0

જૂનાગઢ શહેરના નવયુગ પેટ્રોલપંપ પાસેથી ફરિયાદી ધર્મેશભાઈ દીપકભાઈ ચુડાસમા (ઉવ. ૨૪ રહે. કામદાર સોસાયટી) જૂનાગઢનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ GJ-11-FF-9835કિંમત રૂા.૧૫,૦૦૦/- તથા કાળવા ચોક, ભૂમિ પાન પાસેથી શૈલેષભાઇ દલસુખભાઈ વાઘેલા ઉવ. ૩૪ રહે. ઓમ નગર, જૂનાગઢનું એક્ટિવા મો.સા. GJ-11-EE-5170 કિંમત રૂા.૧૫,૦૦૦/- મળી, બે મોટર સાયકલ કુલ કિંમત રૂા. ૩૦,૦૦૦/-ના ઉપરોક્ત જગ્યા પાર્ક કરેલ હતા, ત્યાંથી કોઈ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરવામાં આવતા, બંને ફરિયાદી દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ દરમ્યાન જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરૂદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવી હતી. તેના પગલે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ જે.એચ. કચોટ, માલદેભાઈ, વિક્રમસિંહ, અનકભાઈ, વનરાજસિંહ, મોહસીનભાઈ, સુભાષભાઈ, દિનેશભાઇ, જીલુભાઈ સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, ટેક્નિકલ સેલના પીએસઆઇ પ્રતીક મશરૂ, ચેતનભાઈ, રાહુલભાઈ, વિપુલભાઈ સહિતના સહયોગથી સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા, આરોપીઓ આ બંને મોટર સાયકલ ચોરી કરીને જતા જણાઈ આવેલ હતા. પરંતુ ઓળખાયેલ ના હતા. જેથી આ ચોરીમાં સંડોવાયેલ આરોપી બાબતે બાતમીદારોને સીસીટીવી ફૂટેજ બતાવતા, ચોરી કરનાર આરોપીઓ તાહિર ઘાંચી તથા યુસુફ ફકીર હોવાનું ખૂલેલ હતું. દરમ્યાન એ ડિવિઝન પોલીસની ઉપરોક્ત ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન હીરો હોંડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે આરોપી તાહિર ઈકબાલભાઈ પડાયા રહે. દોલતપરા, જૂનાગઢ તથા ચોરીના એક્ટિવા મોટર સાયકલ સાથે આરોપી યુસુફશા મહામદશા રફાઈ રહે. તાલાલા હાલ રખડતો, કાળવા ચોક, જૂનાગઢને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, શંકાસ્પદ મોટર સાયકલ સાથે લાવેલ આરોપીઓની એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પુછપરછ હાથ ધરવામાં આવતા, બંને આરોપીઓએ મોટર સાયકલની ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા એક્ટિવ મોટર સાયકલ કુલ કિંમત રૂા. ૩૦,૦૦૦નો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો અને આરોપી યુસુફશા મહામદશાના કબજામાંથી એમઆઈ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂા. ૫,૦૦૦નો મળી આવતા, જે પણ ચોરી કરેલ હોય, ફરિયાદ દાખલ કરી, બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, બંને મોટર સાયકલ તથા મોબાઇલની ચોરી કર્યાંની કબૂલાત કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તથા બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે વાહન ચોરીના બે આરોપીને પકડી પાડી, ચોરી કરવામાં આવેલ મુદામાલ કબજે કરી, વાહન ચોરીના બે ગુન્હા તથા મોબાઈલ ચોરીનો એક ગુન્હો મળી, કુલ ૩ ગુન્હાઓ ડિટેકટ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews