વેરાવળની સોમનાથ ટોકીઝ વિસ્તારના ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાવળની ઝાળ વચ્ચે કતલ કરવાના ઇરાદે ૧૧ વાછરડાઓને ક્રૂરતાપૂર્વક બાંધેલ હોવાની મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ ઉપરથી ત્રણ ખાટકીઓ નાસી ગયેલ હતાં. જ્યારે સ્થળ ઉપરથી પોલીસે ૧૧ વાછરડાઓને મુક્ત કરાવી કતલ કરવાના હથીયારો, બોલેરો કાર મળી કુલ રૂા. એક લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસર વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં મદીના પાર્ક પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં બાવળની કાંટાળી જાળમાં ગૌવંશની કતલ કરાતી હોવાની ડી સ્ટાફ બ્રાંચને ગઈકાલે વહેલી સવારે ચાર વાગ્યે બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફના નટુભા બસીયા, દેવદાનભાઈ, સરતાજ સાંધ સહિતના બાતમીવાળા સ્થળ ઉપર દરોડો પાડવા પહોંચેલ હતાં ત્યારે પોલીસ સ્ટાફને જાેઈ બુલેરો કારમાં બેસેલ જીબ્રાન આમદ પંજા (રહે.બહારકોર્ટ -વેરાવળ), યાસીનશા ઈબ્રાહીમશા જલાલી (રહે.વેરાવળવાળા) અને બહાર ઉભેલ એક અજાણ્યો શખ્સ બાવળની જાળીઓમાં નાસી જતા તેઓની પાછળ પોલીસ સ્ટાફે દોટ લગાવેલ હતી પરંતુ ત્રણેય શખ્સ નાસી જવામાં સફળ થઇ ગયા હતા. ત્યારબાદ બાવળની જાળની વચ્ચે ક્રૂરતાપૂર્વક બાંધેલ ૯ પશુ અને બુલેરો કારમાં બાંધેલ બે વાછરડાઓને છોડાવી સહી સલામત રીતે પોલીસે સ્ટેશને લઈ આવવામાં આવેલ હતા. પોલીસે સ્થળ ઉપરથી કતલ કરવાના હથીયારો, કુહાડી, વજન કાંટો અને બુલેરો કાર મળી કુલ રૂા.૧,૦૩,૦૦૦નો મુદામાલ કબ્જે કરેલ હતો. આ અંગે જીબ્રાન પંજા, યાસીનશા જલાલી અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસે આઈ.પી.સી. કલમ ૨૯૫ (એ), ૧૧૪ તથા પશુ સંરક્ષણની કલમો હેઠળ ગુનો નોંધી નાસી ગયેલા ત્રણેય ખાટકી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews