વર્ષ ર૦ર૦ની છેલ્લી એવી મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી ૧૩-૧૪ ડિસેમ્બરની મધરાત્રે જાેવા મળવાની હોઈ ખગોળ શોખીનો રોમાંચિત થઈ ઉઠયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશીની ઉલ્કા વર્ષાનો સુંદર નજારો જાેવા મળશે. આ બાબતે સ્ટારગેજીંગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોર જણાવે છે કે, આ વર્ષે કેટલાક કુદરતી અનુકૂળ સંજાેગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે. ઉલ્કા વર્ષા વખતે ચંદ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જાેવા મળશે. આમ તો આ ઉલ્કા વર્ષાની શરૂઆત ૭મી ડિસેમ્બરથી થઈ ચુકી છે અને છુટીછવાઈ ઉલ્કાઓ જાેવા પણ મળી રહી છે. પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ ૧૩મીની રાત્રે એટલે કે રાત્રીના ૧ર વગ્યા પછીથી શરૂ થતી તા. ૧૪ તારીખના ઉલ્કા ખરવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગુજરાત રાજયમાં વિવિધ સ્થળોએ પણ સ્થાનિક ખગોળ મંડળો દ્વારા ઉલ્કા વર્ષા નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. વધુ માહિતી, જાણકારી માટે સ્ટારગેજીંગ ઈન્ડિયાના નિશાંત ગોર મો. ૯૮૭૯પ પ૪૭૭૦, નરેન્દ્ર ગોર મો. ૯૪ર૮ર ર૦૪૭ર નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી www. stargazingindiz.com વેબસાઈટ ઉપરથી મેળવી શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews