૩૩ ચોરેલ મોબાઈલ સાથે બે શખ્સોને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ ડી.એમ. જલુ તથા સ્ટાફને મળેલ બાતમીનાં આધારે જૂનાગઢ બસ સ્ટેશન પાસે બે શખ્સો કાળા કલરનું નંબર વગરનું પ્લસર સાથે ઉભેલ હોય અને તેઓ ચોરીનાં મોબાઈલ વેચવા આવેલ હોય જેથી આ બંને શખ્સો દિપક ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડ (રહે. કેશોદ) તથા વિક્રમ ઉર્ફે ઈટલી મનુભાઈ મકકા, (રહે. મેસવાણ, કેશોદ)ને દિવ, ચોટીલા તથા રાજકોટ જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ ૩૩ મોબાઈલ ફોન કુલ કિંમત રૂા. ર૧૬ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
આ કામગીરીમાં વિજયભાઈ બડવા, એચ.એ. બેલીમ, વી.કે. ચાવડા, યશપાલસિંહ જાડેજા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, દિપકભાઈ બડવા, સાહિલ સમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, ભરતભાઈ ઓડેદરા વગેરે જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!