જૂનાગઢ તાલુકાનાં વંથલી ગામે મકાન ખાલી કરી નાંખવા બાબતે ધમકી આપ્યાની ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં વંથલી ગામે મકાન ખાલી કરી નાંખવા બાબતે ધમકી આપ્યાની ફરીયાદ પોલીસે દફતરે નોંધાઈ છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના ફરીયાદી ઉજેફાભાઈ યાકુબભાઈ સોઢા (ઉ.વ.૧૯) રહે.વંથલીવાળાએ આરોપી ઈનાયત હનીફ સોઢા, અબ્દુલા હનીફ સોઢા (રહે.બંને વંથલી)વાળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ કે આ કામના ફરીયાદી પોતાની વાડીએ ગયેલ હોય તે વખતે આ કામના આરોપીઓ આવી ફરીયાદીને કહેલ કે આ વિજ સબસ્ટેશનમાંથી મીટરમાં જતી સર્વિસ વિજલાઈન તારા પપ્પાએ તોડી નાંખેલ છે. જેથી તારે ખર્ચના રૂા.૧૦૦૦/- અમોને આપવા પડશે. જેથી ફરીયાદીએ કહેલ કે આ સર્વિસ મારા પપ્પાએ તોડેલ નથી. જેથી આ કામના આરોપીઓ ફરીયાદીને શરીરે તથા પેટમાં તથા માથાના ભાગે મુંઢમાર મારવા લાગેલ અને કહેલ કે તારૂ મકાન ખાલી કરી દે જે તે મકાન અમારા નામે થઈ ગયું છે. જેથી ફરીયાદીએ કહેલ કે આ મકાન મારા પપ્પાના નામે છે તો હું ખાલી નહીં કરૂ જેથી આ કામના આરોપીઓ ફરીયાદીને ભુંડી ગાળો આપી મકાન ખાલી કરી દે જે નહીંતર તારા ટાંટીયા ભાંગી નાખીશું તેમ કહી એક બીજાની મદદગારી કરી ધમકી આપતા આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!