પ્રદુષિત થતી ઉબેણ નદીને બચાવવા માટે ૩૦ ગામનાં ખેડુતોએ ફુંકયું આંદોલનનું રણશીંગુ

0

જેતપુર ડાઈંગ ઉધોગમાંથી છોડવામાં આવતું કેમીકલ યુકત પાણી ઉબેણ નદીને પ્રદુષિત બનાવી રહી છે. આ નદી જૂનાગઢ જીલ્લાના ૩૦ ગામોમાંથી પસાર થતી હોય તેની આસપાસના ખેત વિસ્તારમાં પ્રદુષિત પાણીથી બંઝર બની રહયા છે, જે અંગે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી. જેથી આજે ર૩ ગામના ખેડુતોએ એકત્ર થઈને ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડી કાઢી છે. આ મુદ્દે ગામમાંથી મોટી સંખ્યામાં ખેડુતો આવ્યા હતાં. અને એક જાહેર ચર્ચા કરીને ઉબેણ નદીને બચાવવા અભિયાન શરૂ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં ધંધુસર ગામે માનવ સાંકળ રચીને વિરોધ કરવામાં આવશે. તેમજ દરેક ગામમાં ઉબેણ નદી બચાવો સમિતિ બનાવીને દિવસે – દિવસે આ આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે તેવું નકકી કરવામાં આવ્યંુ હતું.
જેતપુર ડાઈંગ ઉધોગ દ્વારા કેમિકલ યુકત પાણી કોઈના રોકટોક વગર નદીમાં છોડવામાં આવે છે જે અંગે વારંવાર આ વિસ્તારના ખેડુતો દ્વારા સંબંધિત અધિકારીઓને લેખિત, મૌખિક જાણ કરી હોવા છતાં આજ દિન સુધી આ પાણી નદીમાં ભળતું અટકાવી શકાયું નથી, જેને લઈને આ માફિયાઓની હિંમત વધી રહી છે, જેનુ નુકશાન ખેડુતોને પોતાની કિંમતી જમીન ગુમાવીને આપવાનો સમય આવ્યો છે. ખેત-પેદાશો ઉત્પન્ન કરતી ર૩ ગામની જમીન બંઝર જશે તો ખેડુતો પાયમાલ બની જશે અને જેનાથી કૃષિ પેદાશ પણ બંધ થશે, આ નદીના પાણી જયાં -જયાં પહોંચશે ત્યાંની જમીનને અને ત્યાં રહેતા લોકોને સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરી રહયા છે, છતાં તંત્ર ચુપચાપ તમાશો નિહાળી રહી છે. હાલ ખેડુતોએ રોષભેર આંદોલનની જાહેરાત કરી છે. જાેવાનું એ રહેશે કે આનાથી તંત્રના પેટનું પાણી હલે છે કે કેમ ?.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!