જૂનાગઢ : હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજુઆત

0

ગુજરાત રાજય સહિત સમગ્ર દેશમાં વાહનચાલકોએ હેલ્મેટ પહેરવી ફરજીયાત છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ સહિત રાજયના કેટલાક શહેરોમાં વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમજ તંત્ર પણ આ અંગે નરમ વલણ દાખવી રહેલ હોય માર્ગ અકસ્માત અને જાનહાનિ ઘટાડવા, રોડ સેફટી માટે હેલ્મેટ પહેરવાના કાયદાની કડક કાર્યવાહી, દંડનીય વસુલાત સાથે અમલવારી કરાવવા ઓન્લી ઈન્ડીયન વનમેન એનજીઓ, જૂનાગઢ દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ રાજય કક્ષાએ ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક, વાહન વ્યવહાર કમિશ્નર સહિતનાને રજુઆત કરી છે.
જરૂરીયાતમંદોને ચીજવસ્તુનું વિતરણ કરાયું
જૂનાગઢની ઝૂંપડપટ્ટી તેમજ ખુલ્લી જગ્યામાં રહેતા તમામ ધર્મના લોકોને નાત-જાતના ભેદભાવ વગર તહેવારો દરમ્યાન સાડી, લેડીઝ ડ્રેસ, પેન્ટ, શર્ટસ્‌, કટલેરી સહિતની ચીજવસ્તુઓનું ઓન્લી ઈન્ડીયન વનમેન એનજીઓ દ્વારા વિતરણ કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!