પેથલજીભાઈ એન. ચાવડા આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ નાગદાનભાઇ ચાવડાનો આવતીકાલે જન્મ દિવસ

નખશિખ પ્રામણિક, સરળ સ્વભાવ, બિન-વિવાદાસ્પદ, બક્ષીપંચ સમાજના સર્વાંગી વિકાસ અને હિત માટે હંમેશા તત્પર, શિક્ષણ, આરોગ્ય, કન્યા કેળવણી, ખેડુતનો પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો માટે હંમેશા લડત આપનાર અને રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રે ખુબ જ મોટુ અમૂલ્ય યોગદાન આપનાર સૌરાષ્ટ્ર ભજપના દિગ્ગજ, લોકપ્રિય નેતા, રાજકોટ જિલ્લા ભાજ. મહામંત્રી તેમજ શ્રી પેથલજીભાઈ એન. ચાવડા આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ નાગદાનભાઇ ચાવડાનો ૧૫ ડિસેમ્બરના રોજ જન્મ દિવસ છે. ત્યારે મિત્રવર્તુળ, સગા સંબંધી, સ્નેહીજનો, કાર્યકર્તાઓ, સાધુ સંતો, રાજકીય-સામાજીક આગેવાનો, કલાકારો, પત્રકાર મિત્રો, વગેરે તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા વિષે અને તેમના કાર્ય વિધે વાત કરીએ તો તેમણે રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં તેઓએ સંગઠનના કાર્યથી લઈને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની તમામ નાની મોટી ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રી પેથલજીભાઈ એન. ચાવડા આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ તરીકે પોતે જાણે કે કન્યા કેળવણીને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હોય તેમ તેઓ કન્યાઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અમદાવાદ-ગાંધીનગર આહીર કન્યા છાત્રાલય ઉપરાંત આવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જાેડાઈને સમાજના સર્વાંગી વિકાસ અને આહીર સમાજની કન્યાઓના સારા શિક્ષણ અને ઉજ્જ્‌વ્ળ ભવિષ્ય માટે ખૂબ જ સારા કાર્યો કરી રહ્યા છે. ઉપરાંત તેઓએ દ્વારકાની ખાતે આહીર સમાજની વાડી કે અન્ય બીજી સમાજની વાડીમાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્રિષ્ના અકેડેમી જેવી સસ્થાઓ સાથે પણ જાેડાયેલ છે. રાજકોટ, અમરેલી સુરત જેવી અનેક જગ્યાએ સમૂહ લગ્નમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. ખેડૂતોના પ્રશ્નો જેવા કે પાક વીમો, અતિવૃષ્ટિમાં થયેલ નુકશાનનું વળતર, ઇકો ઝોનના પ્રશ્નો સહિતના અનેક પ્રશ્નોને ગાંધીનગર ખાતે સરકાર સુધી પહોંચાડી નિરાકરણ લાવ્યા છે જે એક ખેડૂત નેતા તરીકે ખુબજ સરાહનીય કાર્ય કરેલ છે. પૂર-વાવાજાેડા, ભૂકંપ જેવી કુદરતી આફતો આવી છે ત્યારે અને કોરોના જેવી મહામારીમાં લોકડાઉન દરમ્યાન પણ અનેક જરૂરિયાતમંદ લોકો સુધી દરેક પ્રકારની મદદ પહોંચાડી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોની આરોગ્યની ચિંતા કરતાં તેઓએ રાજકોટના ખંઢેરી પાસે એઈમ્સ બનાવવામાં આવે તેવી સરકારમાં ધારદાર રજૂઆતો કરી રાજકોટ ખાતે એઈમ્સ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોજગારી ક્ષેત્રે તેઓએ ફિક્સ-પે કર્મચારીઓ દ્વારા ચાલતા આંદોલનનો સરકાર સાથે મધ્યસ્થી કરીને સુખદ અંત લાવ્યા હતા. ઈ.સ.૧૯૬૨ની ૧૮ નવેમ્બરના રેઝાગ-લા યુધ્ધમાં શહીદ થયેલા તમામ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ “આહીર શૌર્ય દિવસ” રાજકોટ ખાતે ઉજવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવવામાં પણ એમની મહત્વની ભૂમિકા રહેલી છે. આવા લોકપ્રિય, લોક લાડીલા નેતા, આગેવાન નાગદભાઈ ચાવડાને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવાઈ રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!