જૂનાગઢના સુખપુર રોડ ઉપર જૈમીન પ્લાસ્ટીકમાં આગ ભભૂકી, કોઈ જાનહાનિ નહીં

0

જૂનાગઢના સાબલપુરથી સુખપુર તરફ જતા રોડ ઉપર આવેલ જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં બપોરના સમયે આગ લાગતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના સુખપુર રોડ ઉપર જૈમીન પ્લાસ્ટિક નામના કારખાનામાં બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અચાનક જ પ્લાસ્ટિકની અંદર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો અને ફાયર વિભાગને આ અંગેની જાણ કરાતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે આવી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કારખાનાના માલિક લાલજીભાઈ જસમતભાઈ વોરાએ જણાવ્યું હતું કે, કોઈ પણ જાતની જાનહાની સર્જાઈ નથી પરંતુ રૂા.૨૫ થી ૫૦ હજારના માલને આગ લાગવાથી નુકસાન પહોંચ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews