જૂનાગઢની રેન્જ સાઈબર સેલે જૂનાગઢ નજીક વાડલા પાસેના સાંતનું ફાર્મમાં દરોડો પાડી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ અંદાજે બે હજાર લીટર બાયોડીઝલ તથા સાધનો મળી કુલ રૂા.ર.૧૩ લાખનો મુદામાલ સીઝ કરી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. સાયબર સેલના રોહિતસિંહ રામસિંહ વાળા સહિતનો સ્ટાફ ગતરાત્રે પેટ્રોલીંગમાં હતો. ત્યારે વાડલા ફાટકથી ગામ તરફ આવેલ સાંતનું ફાર્મમાં ગેરકાયદે બાયોડીઝલનું વેંચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. તેમાં બાયોડીઝલનું વેંચાણ થતું જણાયું હતું. આ અંગે વંથલી મામલતદારને જાણ કરતાં આજે સવારે મામલતદારની ટીમ દોડી આવી તપાસ કરતાં લોખંડના ટાંકામાં અંદાજે બે હજાર લીટર બાયોડીઝલ જણાયું હતું. તેથી બાયોડીઝલ તથા લોખંડ અને પ્લાસ્ટીકના બેરલો સહિત રૂા.ર,૧૩,૦૦૦નો મુદામાલ સીઝ કરી પૃથ્થકરણ માટે મોકલી, નિલેશ રાજાભાઈ કતારાની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સે જણાવેલ કે હું અને વજુભાઈ ભાદરકાની માલિકીના મકાનમાં આ જથ્થો ગિરનાર એસ્ટેટ ધોરાજી ચોકડી સરગવાડા જૂનાગઢનાં વિજય ટીલવા પાસેથી ખરીદેલ છે. તેથી પોલીસે ત્રણ સામે વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી નિલેશનો રાજાનો કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews