ગુજરાત રાજયની હજારથી વધુ સ્વ-નિર્ભર શાળામાં ફી નિયમન માટે કાર્ય કરતી સમિતીમાં ફી પ્રતિનિધિ તરીકે રાજકોટનાં જતીન ભરાડની વરણી કરાતા શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગનાં આ નિર્ણયને આવકાર્યો છે. ગુજરાત રાજય સ્વ-નિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે ગત તા.૧ર-૧ર-ર૦નાં રોજ કરેલા ઠરાવમાં રાજયકક્ષાની ફી રીવીઝન સમિતીમાં સોૈરાષ્ટ્ર ઝોનનાં પ્રમુખ જતીન ભરાડની નિમણુંક કરવાનાં નિર્ણયને વધારી ફી બાબતે રાજયનાં દરેક શાળા સંચાલકો માટે જતીન ભરાડ ન્યાયનાં હિતમાં વાત કરશે તેવી શ્રધ્ધા વ્યકત કરી છે. ગુજરાત રાજયમાં હાલ કોરોના મહામારીમાં પ્રત્યક્ષ શિક્ષણ શકય નથી ત્યારે શિક્ષણ અને વિદ્યાર્થીનાં હિતને સર્વોપરી માની સંચાલક મંડળ વતી જતીન ભરાડે શિક્ષણમંત્રીની ટાસ્ક ફોર્સ કમિટિમાં પણ અગત્યની ભૂમિકા અદા કરી સંચાલકોનાં પ્રશ્નોને જબરી વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભરાડ વિશ્વ વિદ્યાપીઠનું સંચાલન કરતા જતીન ભરાડે શિક્ષણ વિભાગે કરેલા નિર્ણયને સ્વીકારી પોતાનું કર્તવ્ય રાજકક્ષાની ફી રીવીઝન સમિતિમાં હંમેશા સમતોલ મધ્યસ્થી બનવાનો પ્રયાસ રહેશે તેવી ખાત્રી આપી હતી. જૂનાગઢ જીલ્લા શાળા સંચાલક મંડળનાં પ્રમુખ જી.પી.કાઠી, ચેતન શાહ, કે.ડી.પંડયા, પ્રદિપ ખીમાણી સહિત અગ્રણી સંચાલકોએ જતીન ભરાડને શુભેચ્છા પાઠવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews