રાજ્ય સરકાર દ્વારા આગ અકસ્માત કે કુદરતી આફત આવી પડે તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય એવાં હેતુથી જીલ્લા કક્ષાએ ફાયર સ્ટેશન ઉભું કરીને લાગું પડતાં તાલુકા અને નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સત્વરે બચાવ કામગીરી માટે જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકાની પસંદગી કરી મંજુરી એકાદ વર્ષ અગાઉ આપવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા હસ્તક જગ્યા સ્થળ નક્કી કરી ધારાધોરણ મુજબ બાંધકામ કરી જરૂરિયાત મુજબ સ્ટાફની ભરતી કરવાની સત્તા કેશોદ નગરપાલિકાને આપવામાં આવી છે. ત્યારે કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા સતાકાળ પુરો થયો ત્યાં સુધી સરકાર સમક્ષ લેખિતમાં માંગણી કરી કોઈપણ સ્થળે જમીન મેળવવાની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ નથી અને બાંધકામ કરવા માટે તાંત્રિક પ્રક્રિયા તેમજ વહીવટી મંજુરી મેળવી ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ નથી. કેશોદ નગરપાલિકાને સોંપવામાં આવેલ જવાબદારી મુજબ પ્રાથમિક તબક્કામાં જગ્યા નક્કી કરી બાંધકામ માટેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન બનાવવાનાં ઠેકાણાં નથી. ત્યારે ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે દૈનિક અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરી બેરોજગાર યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવતાં શહેરીજનો અવઢવમાં મુકાયા છે. કેશોદ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી જાહેરાત મુજબ એક વિભાગીય ફાયર અધિકારી, એક સ્ટેશન ફાયર ઓફિસર, એક ફાયર વાયરલેસ ઓફિસર, એક લીડીગ ફાયરમેન, ત્રણ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર અને બાર ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી કરવા અંગે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી કરવા અંગેની પ્રક્રિયા માટે સીલેકસન સમિતિની રચના કરવામાં આવી હોય એવી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને માત્રને માત્ર ૧૯ બેરોજગાર યુવાનોની ભરતી કરવા કેશોદ નગરપાલિકા દ્વારા ઉતાવળ કરવામાં આવી રહી છે. ફાયર સ્ટેશન બનાવવામાં આવે ત્યાં સુધી પસંદગી મેળવનારા અરજદારોને નિમણુંક આપવામાં આવશે તો ચુકવવાનો થતાં પગારની માતબર રકમ કેમ કરવામાં આવશે અને સામાન્ય ચૂંટણી યોજાયા બાદ નવા પદાધિકારીઓ ચૂંટાઈ આવ્યા બાદ માન્ય રાખશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સતાધારી પક્ષના પ્રતિનિધિઓ આગેવાનોને ખાનગી રાહે સમર્થન મેળવી વિશ્વાસમાં લઈને ફાયર સ્ટેશન માટે ૧૯ લાગતા વળગતાને નિમણુંક આપવા શૈક્ષણિક લાયકાત અને અનુભવમાં બિનજરૂરી પ્રમાણપત્રો માંગવામાં આવેલાં છે. કેશોદ નગરપાલિકામાં વર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ ફાયર સ્ટેશનમાં આઉટ સોર્સીગથી ફરજ બજાવતા કર્મચારી અધિકારીનો સમાવેશ કરવામાં ન આવતાં કોર્ટ કાર્યવાહી થવાની સંભાવના વર્તાય છે. કેશોદ નગરપાલિકામાં પદાધિકારીઓની મુદત પૂરી થતાં અધિકારીઓ દ્વારા વધી ગયેલાં તાયફાઓ અને આર્થિક નુકસાની અંગે ઉપલી કચેરીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાય જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews