કેશોદ એસટી બસ ડેપોનાં કર્મચારીએ ફોટોગ્રાફરનો ભુલાઈ ગયેલો કેમેરો પરત આપીને દાખવેલી પ્રમાણિકતાનો પ્રેરણાદાયક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેશોદ એસટી ડેપોની જૂનાગઢ કેશોદ રૂટની બસ જીજે-૧૮-જેડ-૦૨૭૬માં મુસાફરી કરી રહેલા માણાવદરના રામભાઈ જલુ વંથલી ઉતરી જતાં બસમાં પોતાનો ફોટોગ્રાફીનો કેમેરા વાળો થેલો ભુલી ગયા હતા. માણાવદરના ફોટોગ્રાફીનાં વ્યવસાય કરતાં રામભાઈ જલુને ખબર પડતાં કેશોદ એસટી ડેપોમાં ફોન દ્વારા જાણ કરી હતી. કેશોદ ડેપોની બસ મેઈન્ટેન્સ રીપેરીંગ કામ માટે વર્કશોપમાં લઈ જવાઈ હતી ત્યારે એસટી કર્મચારી વિકાસભાઈ નંદાણીયાને બિનવારસી થેલો મળતાં હેડ મીકેનીક જંયતભાઈ ઉપાધ્યાયને જાણ કરી હતી. માણાવદરનાં ફોટોગ્રાફર કેશોદ વર્કશોપમાં આવતાં તેઓનો નીકોન કંપનીનો ૬૫૦૦૦/- રૂપિયાની કિંમતનો કેમેરો પરત આપીને પ્રમાણીકતા દાખવી હતી. કેશોદ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા દાખવેલી પ્રમાણિકતા પ્રેરણાદાયક કિસ્સો બન્યો છે. કેશોદ એસટી ડેપોના અધિકારીઓએ ઈમાનદારી દર્શાવી ગૌરવ અપવાનાર કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews