કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલ તુલસી નગર વિસ્તારમાં અવાર નવાર વીજ વણીયાર નામના પ્રાણીઓ જાેવા મળતા હોય ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા ત્યાં રહેતા અપરનાથી અશ્વીનગીરી જીવનગીરીના મકાનમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ત્યારે મોડી રાત્રે અચાનક આ પ્રાણી આવી ચડતા પકડાઈ ગયેલ હતું. હજુ પણ આ વિસ્તારમાં નાના બચ્ચાઓ પણ જાેવા મળી રહ્યા હોય તેવું પણ જાણવા મળ્યું છે. હાલ આ રાત્રી દરમ્યાન પકડાઈ જતા વન વિભાગને જાણ કરવામાં આવેલ છે. આ પ્રાણીને વિજં નામથી પણ ઓળખવામાં આવે છે અને લુપ્ત થતી પ્રજાતી છે. આમ તો તે નાના જીવજંતુ તેમજ બોર અને ગોળ તેમનો ખોરાક છે. માનવ વસ્તી, સીમ વગડો કે નદીની કોતરોમાં તેમનું નિવાસ સ્થાન બનાવે છે. અતિ શરમાળને નિશાચર છે. જે ખોરાક માટે રાત્રીના બહાર નીકળે છે. શેડયુલ-૧માં તેનો સમાવેશ થયેલ હોય રક્ષીત જાહેર થયેલ છે. જેમને છંછેડવંુ કે હેરાન કરવું કે પજવણી કરવું ઘરમાં કે પાંજરે કેદ કરીને રાખવા તે ફોરેસ્ટ અધિનિયમ ૧૯૭૨ના કાયદા મૂજબ અપરાધ ગણીને રૂા. ૩૫ હજારથી લઈને રૂપિયા એકલાખ સુધીની દંડની કાર્યવાહી સાથે ફોજદારી ગુના સબબ સાત વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. આ પ્રાણી જ્યારે લોકોથી ઘેરાય જાય ત્યારે તેમના શરીરમાથી દુર્ગંધ આવે તેવા ઓર્મન્શ છોડીને પોતે બચવાનો પ્રયત્ન કરે છે. મોડીરાતે શિકાર કે ખોરાકની શોધમાં નીકળતું હોવાથી અને તેમનું નાનું કદને કલર બ્લેકપટ્ટા વાળો હોવાથી ઘણી વખત વાહન અકસ્માતમાં અજાણતા મુત્યુંનો ભોગ બને છે. આ પ્રાણી પર્યાવરણની દ્રષ્ટિએ અલભ્ય ગણવામાં આવે છે. આ પ્રાણીને ફોરેસ્ટ વિભાગ દ્વારા માનવ વસ્તીમાંથી પકડી પાંજરે પુરીને જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી કરી એક સરાહનીય પગલું લીધું છે. આવા પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિથી લોકોને કોઈપણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. માનવ વસ્તીની આસપાસ આવા કોઈ પ્રાણી-પશુ કે પક્ષી જાેવા મળે તો તુરંત નજીકની વન વિભાગની કચેરીને જાણ કરો અને આપણી આ પ્રાણી જગત થકી પર્યાવરણની કામગીરી માટે સહયોગ આપવામાં આવે તેવી લોકોને અપીલ કરવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews