જૂનાગઢમાંથી વધુ એક બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસીંગ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનનાં ગુનાઓમાં સંડોવાયેલો પંચેશ્વર વિસ્તારમાં રહેતો રૈયા ઉર્ફે રાયકા ડાયાભાઈ કોડીયાતર રબારી વિરૂધ્ધ પાસા અંતર્ગત દરખાસ્ત કરવામાં આવી હતી અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુરી મળતા પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવતાં તેની અટક કરી અને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!