ચોરવાડમાં પૌરાણીક ઝુંડ ભવાની મંદિરનો જીર્ણોધ્ધાર લોકફાળાથી કરવાનું આયોજન

0

ચોરવાડમાં આવેલ પૌરાણીકમાં ઝુંડ ભવાની માતાજીના મંદિરનું જીર્ણોધ્ધાર સાથે નવનિર્માણ કાર્ય આગામી ત્રણેક માસમાં શરૂ કરવાનું તાજેતર મંદિર ટ્રસ્ટની મળેલ બેઠકમાં નકકી કરાયું હતું. પૌરાણીક મંદિરના નવનિર્માણમાં મોટી રકમનો ખર્ચ થવાનો અંદાજ હોવાથી તેને પહોંચી વળવા માટે દાન એકત્ર કરવા માટે ચોરવાડમાં ઘરે ઘરે દાનપેટી આપવાનું નકકી કરાયેલ છે. જયારે બેઠકમાં હાજર ગામના શ્રેષ્ઠીઓએ રકમ આપવાની જાહેરાત કરી હતી.
આ અંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારણભાઇ રામાભાઇ ચુડાસમાએ એક યાદીમાં જણાવેલ કે, ચોરવાડ ખાતે આવેલ પૌરાણીક ઝુંડ ભવાની માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર કરી નવનિમાર્ણ કરવા માટે કોળી સમાજના તમામ કુટુંબના ભુવાની હાજરીમાં સમગ્ર ઘેડીયા કોળી સમાજની બેઠક મળી હતી. મંદિર પરીસરમાં મળેલી આ બેઠકમાં ભવાની માતાજી મંદિરના ટ્રસ્ટીઓ તથા ઘેડીયા કોળી જ્ઞાતિના તમામ આગેવાનો અને લોકો સોશ્યલ ડીસ્ટન્સ રાખી હાજર રહેલ હતા. બેઠકમાં ટ્રસ્ટીઓએ મંદિરના જીર્ણોધ્ધાર પાછળ મોટી રકમનો ખર્ચ થવાનો અંદાજ છે.
જેથી મંદિરના નવનિર્માણના કામમાં ગામમાં રહેતા દરેક પરીવારો સ્વૈચ્છીક રીતે ફાળો આપી શકે તે હેતુથી દરરોજ પ્રતિ પરીવાર દીઠ રૂા. પાંચ આગામી પાંચ વર્ષ સુધી બચત કરે તેવું આયોજન કરાયું હતું. આ થકી શહેરમાં વસતો નાનામાં નાનો પરીવાર પણ મંદિરના જીર્ણોધ્ધારમાં અંદાજે રૂા.૯ થી ૧૦ હજાર જેવી રકમનું યોગદાન આપી શકશે. આના માટે ગામમાં ઘરે-ઘરે દાનપેટી આપવાનું નકકી કરાયેલ છે.
મંદિરના નિર્માણ માટે તમામ ફંડ ચોરવાડ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એસ.બી.આઇ. બેંકની ચોરવાડ શાખામાં ભવાની માતાજી મંદિર નવનિર્માણ માટે કરન્ટ ખાતું ખોલાવવામાં આવેલ છે. જેમાં તમામ ફંડ જમા કરાવવામાં આવશે. આગામી દિવસોમાં પ્લાન એસ્ટીમેન્ટ મુજબ મંદિરના નવનિર્માણ કાર્ય શરૂ કરવા માટે ચોરવાડમાં રહેતા તમામ જ્ઞાતિના આગેવાનો સાથે બેઠક કરી જુદી-જુદી સમિતિઓની રચના કરી કાર્ય આગળ ધપાવી પાંચ વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની નેમ રાખવામાં આવી હોવાનું અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!