બનાસકાંઠાના ખેડૂતો બટાકાની કોન્ટ્રાકટ પધ્ધતિની ખેતી તરફ વળ્યા : ઘર બેઠા નકકી કરેલા ભાવ મળી જાય છે

0

બનાસકાંઠાના ખેડૂતો બટાકાની કોન્ટ્રાક્ટ પધ્ધતીની ખેતી તરફ વળ્યા છે.જેમાં ખેડૂતોને મંદીનો સામનો કરવો પડતો નથી અને નક્કી કરેલો ભાવ ઘરે બેઠા મળી જાય છે.જેમાં ડીસાના એક ખેડૂત વર્ષે ૪ થી ૫ કરોડના બટાકાનું ઉત્પાદન કરી કંપનીને વેચાણ કરી સારી કમાણી કરી રહ્યો છે. બનાસકાંઠામાં ખેડૂતો જુદી-જુદી ખાધ્ય ચીજ વસ્તુઓનું વાવેતર કરતા હોય છે.પરંતુ વાવેતરના ખર્ચ સામે પુરતા પ્રમાણમાં તેમને વળતર મળતુ નથી હોતુ જેથી બનાસકાંઠાના ખેડૂતો હવે પ્રાઇવેટ કંમ્પનીઓ સાથે કરાર કરી કોન્ટ્રાક્ટ પધ્ધતિની ખેતી તરફ વળ્યા છે.જેમાં ડીસાના એક ખેડૂત વર્ષે ૪ થી ૫ કરોડના બટાકાનું વાવેતર કરી કંમ્પનીઓને વેચાણ કરી સારી કમાણી કરી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બટાકાની સફળ ખેતી કરી રહ્યા છે. આ અંગે ડીસાના બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂત ફુલચંદભાઇ કચ્છવા (માળી)એ જણાવ્યુ હતુ કે.ગુજરાતમાં છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ખેતી થાય છે.જેમાં ચાર પાંચ વર્ષથી આ પ્રકારની ખેતીનું પ્રમાણ વધ્યુ છે.જેમાં કેટલીક દેશી અને વિદેશી કંમ્પનીઓ બનાસકાંઠામાં કોન્ટ્રાક્ટ પધ્ધતીથી ખેતી કરાવે છે.બટાકાની ખેતીમાં ગુજરાત નંબર વન હોવાથી કંપનીઓ વધુ રસ ધરાવે છે.બનાસકાંઠામાં ૨૦૦૦ થી ૨૫૦૦ ખેડૂતો કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ખેતી કરે છે. મહેનત કરવાથી ૫૦ થી ૬૦ ટકા સુધીનો નફો મેળવી રહ્યા છે. જિલ્લામાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ખેતી ૧૦ થી ૧૨ હજાર એકરમાં થાય છે.કોન્ટ્રાક્ટ પધ્ધતીની ખેતી કરવાથી આવક નક્કી હોય છે. જેથી ખેડૂતને વધુ મહેનત કરી ઉત્પાદન વધારવાનું હોય છે.કંમ્પની પોતાના ટ્રાન્સપોર્ટથી બટાકા પોતાના કોલ્ડ સ્ટોરેજમાં લઇ જતા હોય છે. ત્યારબાદ વેફર, ફ્રેન્ચફ્રાઇસ, ચિપ્સ,કેવડો સહીતની ચીજ વસ્તુઓ બનાવી વેચાણ કરતા હોય છે.કંમ્પનીઓ દ્વારા નક્કી કરેલા કોલ્ડ સ્ટોરેજમાં રાખી ત્યારબાદ પ્રોસેસીંગ માટે લઇ જતા હોય છે. કંપની પોતાના બિયારણ ઓપન માર્કેટ કરતા સસ્તા ભાવે ગ્રેડ વાઇજ ખેડૂતને આપે છે.અને તેની ૫૦ ટકા રકમ લઇ અન્ય બિયારણના નાણાં ખેતીની ઉપજ વખતે લઇ ખેડૂતને સવલત આપવામાં આવે છે.મે ૨૫૦ એકરમાં કોન્ટ્રાક્ટ પધ્ધતીથી બટાકાની ખેતી કરી છે.અને વર્ષે ૪ થી ૫ કરોડના બટાકા કંમ્પનીને વેચાણ કરૂ છુ. પાલનપુરના ખેડૂત ગીરીશભાઇ જગાણીયાએ જણાવ્યુ હતુ કે કોન્ટ્રાક્ટ પધ્ધતીથી ખેતી કરવાથી ખેડૂતોની પહેલાથી આવક નક્કી થઇ જતી હોય છે.જેથી ખેડૂતો યોગ્ય પ્રકારની કાળજી રાખી સારો પાક ઉત્પાદન માટે મહેનત કરતા હોય છે. હંુ પણ કોન્ટ્રાક્ટ પધ્ધતીથી ખેતી કરી ખર્ચ બાદ કરતા ૩૦ ટકા ઉપરાંતનો નફો મેળવું છું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!