માણાવદરમાં ગેસનો બાટલો બદલતી વખતે આગથી દાઝેલ પતિનું મોત, પત્ની સારવારમાં

માણાવદરમાં ગેસનો બાટલો બદલતી વખતે ભડકો થતાં આગ લાગતાં મુસ્લિમ દંપતિ દાઝી જતાં માણાવદર, જૂનાગઢ સારવાર અપાવી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી પતિનું મોત નિપજતાં દંપતિ ખંડિત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માણાવદર રહેતાં અને પાનનો ગલ્લો ચલાવતાં નિલેષભાઇ બાબુભાઇ શેખ (ઉ.વ.૪૫) તથા તેના પત્ની ફરઝાનાબેન નિલેષભાઇ શેખ (ઉ.વ.૪૫) દાઝી જતાં સારવાર માટે રાજકોટ દાખલ કરાયા હતાં. બે દિવસની સારવારને અંતે પતિ નિલેષભાઇ શેખનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે નિલેષભાઇ ગેસનો બાટલો ખાલી થવા આવ્યો હોય પોતે નળી બદલતાં હતાં ત્યારે બર્નરમાં તિખારો રહી ગયો હોય તેના કારણે ભડકો થતાં પોતે અને બાજુમાં રોટલી બનાવવા બેઠેલા પત્ની બંને દાઝી ગયા હતાં. નિલેષભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માણાવદર પોલીસને જાણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!